લેમન પાવડર / રેસિપી: ઓછા ખર્ચે માર્કેટ જેવો જ લેમન પાવડર ઘરે બનાવો

Try easy lemon powder recipe in cheap rate for many dishes

divyabhaskar.com

Feb 07, 2019, 06:25 PM IST

રેસિપી ડેસ્ક: લેમન પાવડરનો ઉપયોગ કેક, પેસ્ટ્રી, કૂકિઝ કે સેલડ સર્વિંગની સાથે ફેસપેકમાં પણ ઉપયોગ થાય છે. આ સિવાય લેમન પાવડરનો ઉપયોગ કેટલીક નોનવેજ ડિશમાં પણ થાય છે. સામાન્ય રીતે લેમન પાવડર માર્કેટમાં રેડીમેડ મળે છે, પરંતુ બહુ મોંઘો મળે છે.તમે આ રેસિપીથી બહાર જેવો જ લેમન પાવડર ખૂબ જ ઓછ ખર્ચે ઘરે બનાવી શકશો.

લેમન પાવડર


સામગ્રી
500 ગ્રામ લીંબુ


રીત

સૌપ્રથમ લીંબુને ધોઇને લૂછી લેવાં. લીંબુ અધકચરાં કાચાં જ લેવાં. ત્યારબાદ તેનો ઉપરનો ભાગ કાપી લો. લીંબુની ગોળ-ગોળ સ્લાઇસ કાપી લો. લીંબુના બીજ બધાં જ કાઢી લેવાં. કાપતી વખતે વધારે રસ નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ કોઇ એક મોટી પ્લેટ પર કોટનનું કપડું પાથરી તેના પર ફેલાવી દો અને તડકામાં સૂકવો.

ઉનાળાના તડકામાં 3-4 દિવસમાં જ સુકાઇ જશે. જ્યારે શિયાળાના તળકામાં 8-10 દિવસ સૂકાતાં થશે. લીંબુ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સૂકવવાં. ત્યારબાદ મિક્સર જારમાં તેને એકવાર ક્રશ કરી લો અને તેમાં બે ટેબલસ્પૂન કોર્ન ફ્લોર નાખી ફરીએકવાર ક્રશ કરી લો. આ પાવડરને ગરણીથી ચાળી લો, જેથી રેસા છૂટા પડી જશે. ત્યારબાદ રહી ગયેલા ભાગને ફરી એકવાર ક્રશ કરી ફરીથો ચાળી લો.

X
Try easy lemon powder recipe in cheap rate for many dishes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી