Home » Recipes » Indian Recipes » Try easy and Quick recipe to make Tomato Powder to store for whole year

શિયાળામાં બનાવી લો ટામેટાનો પાવડર, મોંઘાં થઈ જશે ત્યારે પણ લૂંટી સકશો ટામેટાંના ટેસ્ટની મજા

Divyabhaskar.com | Updated - Dec 29, 2018, 10:30 AM

શિયાળામાં દેશી ટામેટાં પણ ભરપૂર મળી રહે છે, જેનો ટેસ્ટ ખૂબજ સરસ હોય છે

  • Try easy and Quick recipe to make Tomato Powder to store for whole year
    ફ્રિજ વગર પણ એક વર્ષ સુધી નહીં બગડે

    રેસિપિ ડેસ્ક: શિયાળામાં ટામેટાં સરળતાથી અને ખૂબજ સસ્તાં મળી રહે છે. ઉપરાંત શિયાળામાં દેશી ટામેટાં પણ ભરપૂર મળી રહે છે, જેનો ટેસ્ટ ખૂબજ સરસ હોય છે. જ્યારે ઉનાળામાં ટામેટાંનો ભાવ આસમાને પહોંચે ત્યારે ટામેટાં ભાવતાં હોવા છતાં ઘણીવાર ખરીદી નથી શકાતાં. એટલે જ ટામેટાં સસ્તાં હોય ત્યારે તેનો પાવડર બનાવી લેવામાં આવે તો કોઇપણ સિઝનમાં મજા માણી શકાય છે ટામેટાંના સ્વાદ.

    ટામેટાંનો પાવડર
    સામગ્રી


    એક કિલો ટામેટાં

    રીત


    સૌપ્રથમ ટામેટાંને ધોઇને બરાબર લૂછી લો. ત્યારબાદ એક પ્લેટ પર કપડું પાથરી લો. ત્યારબાદ ટામેટાંની વચ્ચે ચાર કાપા કરી લેવા. ત્યારબાદ આ ટામેટાંને ઊભાં જ પ્લેટમાં મૂકવાં અને ચીરીઓને ખોલી લેવી, ચીરીઓ છૂટી ન પડી જાય તેનું ધ્યાન રાખવું. આ રીતે ટામેટાંનો રસ બહાર આવશે નહીં.

    ત્યારબાદ એક આખો દિવસ તડકામાં સૂકવો. ત્યારબાદ બીજા દિવસે ટામેટાંને પલટી દો અને આખો દિવસ સૂકવો. એકદિવસ સૂકાયા બાદ ટામેટાં ઊંધાં કરશો તો પણ અંદરથી રસ નહીં નીકળે. આ જ રીતે હવે આ ટામેટાંને 8-9 દિવસ તડકામાં સૂકવો. ટામેટાં એકદમ કડક થઈ જશે. બે-ત્રણ દિવસ બાદ કપડું દૂર કરી ટામેટાંને ખાટલામાં પણ સૂકવી શકાય છે, જેથી ઉપર-નીચે બંને બાજુથી તડકો મળે.


    સૂકાઇ જાય એટલે આ સૂકાં ટામેટાંને મિક્સરના જારમાં લો અને ક્રશ કરી લો. અડધીથી એક મિનિટમાં તૈયાર થઈ જશે ટામેટાંનો સુગંધીદાર પાવડર.


    ત્યારબાદ તેને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરી લો. ફ્રિજ વગર પણ એક વર્ષ સુધી નહીં બગડે. જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે ટામેટાંના આ પાવડરનો ઉપયોગ કરી શકાય છે અલગ-અલગ વાનગીઓમાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ