અચાનક ગળ્યું ખાવાનું મન થાય તો બનાવો કેસરી સેવૈયા

ફટાફટ બની જશે અને બધાંને ભાવશે પણ ખરી
ફટાફટ બની જશે અને બધાંને ભાવશે પણ ખરી

divyabhaskar.com

Sep 08, 2018, 03:57 PM IST

રેસિપિ ડેસ્ક: ગળ્યું ખાવાના શોખીન લોકોને ગમેત્યારે સ્વીટ ખાવાની ઇચ્છા થઈ જતી હોય છે. માર્કેટમાં મળતી સ્વીટ્સ ભેળસેળના કારણે હેલ્થ માટે યોગ્ય નથી. એટલે જ આજે અમે તમારા આટે લાવ્યા છીએ કેસરી સેવૈયાની રેસિપિ. ફટાફટ બની જશે અને બધાંને ભાવશે પણ ખરી.


કેસરી સેવૈયા
સામગ્રી


- એક પેકેટ સેવૈયા
- અડધો કપ ઘી
- દોઢ કપ ખાંડ
- અઢી કપ પાણી
- એક ટીસ્પૂન ઈલાયચી પાવડર
- બે ટીસ્પૂન પિસ્તા સમારેલા
- બે ટીસ્પૂન કાજુના ટુકડા
- બે ટીસ્પૂન બદામના ટુકડા
- કેસર સ્વાદાનુસાર


રીત


સૌ પ્રથમ બધા જ ડ્રાયફ્રુટ્સને થોડું ઘી ગરમ કરીને ફ્રાય કરીને એકબાજુ પર મૂકી દો. હવે એ જ પેનમાં ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં સેવૈયા ઉમેરીને સાંતળો. ગોલ્ડન રંગની થાય અને સરસ મજાની સુગંધ ફેલાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ સેવૈયાને પ્લેટમાં કાઢી લો. હવે એક કડાઇમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે અંદર સેવૈયા નાખી બરાબર મિક્સ કરો અને પછી ચઢવા દો. બરાબર ચઢી જાય એટલે અંદર ખાંડ, ઘી, કાજુ અને કેસર ઉમેરી બરાબર મિક્સ કરો. ધીમા તાપે ચઢવા દો. ખાંડ બરાબર ઓગળી જાય અને બધી જ સામગ્રી એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટની કતરણ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

ડિનરમાં ટ્રાય કરો દહીંવાળી મિક્સ દાળ તડકા, સ્વાદમાં મળશે ચેન્જ

X
ફટાફટ બની જશે અને બધાંને ભાવશે પણ ખરીફટાફટ બની જશે અને બધાંને ભાવશે પણ ખરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી