અચાનક મહેમાન આવે તો પીરસો સિંધી હલવો, નહીં થાકે વખાણ કરતાં

ફટાફટ બની જશે અને મહેમાનો ચોક્કસથી ખાશે આંગળાં ચાટી-ચાટી

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 02:00 PM
ઘણીવાર અચાનક મહેમાન આવે તો શું બનાવવું એ ટેન્શન રહેતું હોય છે
ઘણીવાર અચાનક મહેમાન આવે તો શું બનાવવું એ ટેન્શન રહેતું હોય છે

રેસિપિ ડેસ્ક: ઘણીવાર અચાનક મહેમાન આવે તો શું બનાવવું એ ટેન્શન રહેતું હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સિંધી હલવાની રેસિપિ. ફટાફટ બની જશે અને મહેમાનો ચોક્કસથી ખાશે આંગળાં ચાટી-ચાટી.


સિંધી હલવો
સામગ્રી


-1 લિટર દૂધ
-750 ગ્રામ ખાંડ
-125 ગ્રામ બદામ-પિસ્તા
-1 ગ્રામ જાયફળ
-1 ગ્રામ જાવંત્રી
-1 ગ્રામ ઈલાયચી
-10 મિ.ગ્રા. કેસર
-1 વાટકો ઘી


રીત


સૌપ્રથમ દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ઘટ્ટ થઈ ગયા બાદ તેમાં ખાંડ અને ઘી નાખીને ફરીથી બરાબર હલાવો. બદામ-પીસ્તાની છાલ કાઢીને અધકચરા વાટીને તેમાં નાખો. ત્યારબાદ તેમાં જાયફળ, જાવંત્રી, કેસર અને ઈલાયચીનો ભૂકો નાખો. બરાબર હલાવતા રહો. ઘી છૂટું પડે ત્યારે તેને થાળીમાં પાથરો. બદામ-પિસ્તાની કતરીથી સજાવો. ઠંડુ પડે એટલે તેના પીસ કરો.

એનીટાઇમ ભૂખ માટે બનાવો ચનાચૂર, બંગાળમાં ફેમસ છે સ્ટ્રીટફૂડ તરીકે

X
ઘણીવાર અચાનક મહેમાન આવે તો શું બનાવવું એ ટેન્શન રહેતું હોય છેઘણીવાર અચાનક મહેમાન આવે તો શું બનાવવું એ ટેન્શન રહેતું હોય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App