ગણપતિને ધરાવવા બનાવો વરાળથી બાફેલા મોદક, રેસિપિ છે સાવ સરળ

મોટાભાગે મોદકને તળીને કે માવામાંથી બનાવવામાં આવે છે

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 10:00 AM
બધી જગ્યાએ ગણેશ ઉત્સવની તડામા
બધી જગ્યાએ ગણેશ ઉત્સવની તડામા

રેસિપિ ડેસ્ક: મોટાભાગે મોદકને તળીને કે માવામાંથી બનાવવામાં આવે છે. વરાળથી સ્ટીમ કરેલા મોદક તમે ટ્રાય નહીં કર્યા હોય કદાચ. આજે અમેતમારા માટે લાવ્યા છીએ સ્ટીમ્ડ મોદકની રેસિપિ. જે ઉકડીના મોદક તરીકે પણ ઓળખાય છે મહારાષ્ટ્રમાં. નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો આજે જ.

મોદક
સામગ્રી

એક પીસેલું ફ્રેશ નારિયેળ
એક કપ ગોળ
બે કપ ચોખાનો લોટ
એક ચમચી ખસખસ
દોઢ ચમચી ખસખસની કતરણ
પા ચમચી ઈલાયચી પાવડર
જરૂર મુજબ ઘી


રીત


સૌપ્રથમ એક બાઉલમાં નારિયેળ લો. ત્યારબાદ અંદર ગોળ, ખસખસ ડ્રાયફ્રુટ્સ નાખી ચમચીથી બરાબર મિક્સ કરો. ત્યારબાદ એક પેન ગરમ કરી અંદર ચમચી ઘી નાખો. ઘીને બરાબર ફેલાવી અંદર નારિયેળનું મિશ્રણ નાખો. ત્યારબાદ બરાબર હલાવતા જાઓ અને શેકતા જાઓ. લગભગ બે મિનિટ જ ચડવવું. ગોળ થોડો ઓગળે અને ગોલ્ડન કલર આવી જાય, ઉપરાંત નારિયેળ અને ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે છેલ્લે ઈલાયચી પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ગેસને બંધ કરી મિશ્રણને બાઉલમાં કાઢી લો.


હવે એક વાસણને ગેસ પર મૂકો. હવે અંદર દોઢ કપ પાણી નાખો અને એક ચમચી ઘી નાખી પાણી ઉકળવા દો. ગેસની ફ્લેમ હાઇ રાખવી. પાણી ઉકળવા લાગે એટલે અંદર ચોખાનો લોટ નાખો અને ગેસની ફ્લેમ ધીમી કરી દો. સતત હલાવતા રહેવું જેથી લોટના ગઠ્ઠા ના પડે. ત્યારબાદ ઢાંકીને બે મિનિટ ચઢવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરી એમજ ઢાંકી રાખવું, જેથી વરાળથી બરાબર બફાઇ જાય.


ત્યારબાદ લોટને મોટા બાઉલમાં લઈ ગરમ-ગરમ જ મસળવો. ગોટ વધારે ગરમ લાગે તો વચ્ચે-વચ્ચે હાથને ઠંડા પાણીમાં બોળી દેવો પરંતુ લોટને મસળીને એકદમ સોફ્ટ બાંધવો. લોટ બંધાઇ જાય એટલે અટામણ માટે થોડો ચોખાનો લોટ લેવો.


હવે હાથમાં થોડો બાંધેલો લોટ લેવો અને બોલ જેવો બનાવી અટામણમાં રગદોળી બાઉલ જેવો આકાર આપો અંદર ફિલિંગ ભરવા માટે. વચ્ચે-વચ્ચે જરૂર પડે તો અટામણ લઈ શકાય. ત્યારબાદ અંદર એક ચમચી નારિયેળની ફિલિંગ ભરો અને કીનારીની પ્લેટ્સ બનાવો હળવા હાથે મોદકને ઉપરથી પેક કરી દો અને ઉપર ચોટી જેવો શેપ આપી દો. આ જ રીતે બધા મોદક તૈયાર કરી દો. હવે મોદકને સ્ટીમ કરવાના રહેશે.


ઈડલીના સાંચા કે મુઠિયા-પાતરા બનાવવાના સાંચામાં 10-12 મિનિટ સુધી સ્ટીમ કરો. ત્યારબાદ ગરમ-ગરમ મોદકને સાચવીને પ્લેટમાં કાઢીને સર્વ કરો કે ગણેશજીને પ્રસાદમાં ધરાવો.

હેવી બ્રેકફાસ્ટ માટે બનાવો આંધ્રપ્રદેશની ટ્રેડિશનલ વાનગી ઢિબ્બા રોટી

X
બધી જગ્યાએ ગણેશ ઉત્સવની તડામાબધી જગ્યાએ ગણેશ ઉત્સવની તડામા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App