વીકેન્ડમાં ટ્રાય કરો સોજીની ક્રિસ્પી પાણીપૂરી, ઘરમાં બધાં કહેશે વાહ

આ પૂરીને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે
આ પૂરીને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે

divyabhaskar.com

Aug 25, 2018, 10:00 AM IST

રેસિપિ ડેસ્ક: ભાગ્યે જ કોઇ એવું હશે જેને પાણીપૂરી નહીં ભાવતી હોય. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સોજીની પાણીપૂરી રેસિપિ. સોજીની પાણીપૂરીની સરખામણીમાં વધારે ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તો નોંધી લો પૂરી, પાણી અને પાણીપૂરીના માવાની રેસિપિ અને ડ્રાય કરો વીકેન્ડમાં.

પૂરી
સામગ્રી


200 ગ્રામ સોજી
70 મીલી તેલ
તળવા માટે તેલ


પાણી
સામગ્રી


50 ગ્રામ આંબલી (પાણીમાં પલાળી રાખવી)
50 ગ્રામ લીલી કોથમીર
6-7 લીલાં મરચાં
અડધી ચમચી કાળામરી
બે ચમચી સંચળ
અડધી ચમચી મીઠું
એક ચમચી જીરું પાવડર
એક ચમચી ફુદિનાની સૂકવણી કે 2-3 ટેબલસ્પૂન લીલો ફુદિનો
એક ચમચી આદુની તેસ્ટ


માવો
સામગ્રી


4-5 મોટાં બટાકાં
એક વાટકી બાફેલા ચણા
એક ચમચી સંચળ
એક ચમચી સમારેલી કોથમીર
અડધી ચમચી કાળામરી


રીત

સૌથમ ઝીણી સોજીમાં 70 મીલી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ પાણી નાખીને એકદમ ઢીલો લોટ બાંધવો. લોટ બાંધવા માટે અડધો કપ નવશેકું પાણી લેવું. ત્યારબાદ લોટને ઢાંકીને 20 મિનિટ માટે એકબાજુ મૂકી દો.


20 મિનિટ બાદ લોટ ફૂલી જાય એટલે તેમાંથી પૂરી બનાવવી. એકબાજુ તળવા માટે તેલ ગરમ થવા મૂકી દો. બીજી તરફ લોટને મસળ-મસળીને ચીકણો કરવો. ઓરસિયા પર થોડો-થોડો લોટ લઈ બરાબર મસળવો. લગભગ 2 મિનિટ સુધી સતત મસળવો. ત્યારબાદ હાથ પર તેલ લગાવી તેના એકદમ નાના-નાના ગોળા બનાવવા. ત્યારબાદ લુવાને ઓરસિયા પર લઈ થોડું હાથથી દબાવવું.


પાણીપૂરીની પૂરી બનાવવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઇએ. તેલ ગરમ થઈ જાય એટલે હળવા હાથે પૂરી વણતા જાઓ અને કડાઇમાં નાખતા જાઓ. કડાઇ પૂરીથી ભરાઇ જાય એટલે ગેસ મિડિયમ કરવો અને હલાવતા જવું. પૂરી ક્રિપ્સી થઈ કાય એટલે તેલ નીતારી કાઢી લો. આ રીતે બાકીના લોટની પૂરીઓ બનાવી દો.


* પૂરી એકદમ હળવા હાથે જ વણવી. થોડું પણ વધારે વજન પડશે તો પૂરી પાતળી થઈ જશે અને ફૂલશે નહીં.
* લોટને મસળ્યા બાદ લુઆ બનાવતી વખતે જોઇ લેવું કે અંદર જરા પણ ક્રેક ન રહેવી જોઇએ. નહીંતર ફરી થોડો મસળી લેવો.
* આ પૂરીને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.


- પાણી બનાવવા સૌપ્રથમ મિક્સર ઝારમાં પીસી પેસ્ટ બનાવી દો. ત્યારબાદ આ પેસ્ટને ચારણીથી ચાળી લો, જેથી રેસા નીકળી જાય. ત્યારબાદ બાકીના બધા જ મસાલામાં થોડું પાણી નાખી ઝારમાં લઈ બરાબર પીસી લો. હવે આંબલીની પેસ્ટમાં મસાલાનું મિશ્રણ એડ કરી અંદર પાણી ઉમેરો. આટલા મસાલામાં 2 થી 2.5 લિટર પાણી બની શકે છે. મીઠાની જરૂર હોય તો ઉમેરી શકાય છે.

- હવે બાફેલાં બટાકોને છોલીને હાથથી મસળી લો. ત્યારબાદ અંદર બાફેલા ચણા અને બાકીના મસાલા એડ કરી બરાબર મિક્સ કરી લો.


તૈયાર છે રવાની પાણીપૂરી. મજા લો વીકેન્ડમાં.

ટ્રાય કરો આ સરળ રેસિપિ, બધી જ રોટલી ફૂલશે અને બનશે સોફ્ટ પણ

X
આ પૂરીને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છેઆ પૂરીને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરીને 15-20 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી