Home » Recipes » Indian Recipes » Try delicious Traditional Maharashtriyan dish Vedami for Dinner

ડિનરમાં કઈંક નવું ટ્રાય કરવું હોય તો બનાવો મહારાષ્ટ્રિયન વેઢમી

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 01:54 PM

મોટાભાગે આપણા ત્યાં તુવેરની દાળની પુરણપોળી એટલે કે વેઢમી બનતી હોય છે

  • Try delicious Traditional Maharashtriyan dish Vedami for Dinner
    મહારાષ્ટ્રમાં ચણાની દાળની વેઢમી બને છે

    રેસિપિ ડેસ્ક: બપોરના જમવામાં તો દરેકના ઘરે દાળ-ભાત શાક-રોટલી લગભગ ફિક્સ જ હોય છે, પરંતુ ડિનરમાં શું બનાવવું એ ચિંતા દરેકના ઘરમાં જોવા મળતી જ હોય છે. ડિનરમાં પૂરણપોળી એક સારો ઓપ્શન બની રહે છે. મોટાભાગે આપણા ત્યાં તુવેરની દાળની પુરણપોળી એટલે કે વેઢમી બનતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં ચણાની દાળની વેઢમી બને છે. જે ખૂબજ ટેસ્ટી પણ લાગે છે. તોં નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

    ચણાની દાળની વેઢમી
    સામગ્રી


    -500 ગ્રામ ચણા દાળ
    -500 ગ્રામ ખાંડ
    -2 નંગ જાયફળ
    -8 થી 10 દાણા એલચી
    -250 ગ્રામ મેંદો
    -ઘી જરૂર મુજબ


    રીત


    સૌપ્રથમ ચણાની દાળને આઠ-દસ કલાક પલાળી રાખવી. ત્યારબાદ કોરી કરીને થોડુ પાણી નાંખીને કૂકરમાં બાફવી. કૂકર ઠંડુ પડ્યા પછી દાળને ચારણીમાં ઘસી નાખવી અને તેમાં ખાંડ નાંખી ગેસ પર ગરમ કરવા મૂકવી. સતત હલાવતા રહેવુ. તાપ મધ્યમ રાખવો. સતત હલાવતા રહેવાથી ચોંટશે નહીં. ખાંડની અંદર ચાસણી થઈને એકરસ થઈને પૂરણ એકદમ ઘટ્ટ થઈ જશે. ઠંડુ પાડીને લુઓ વાળી જુઓ. સરખો વળે તો માની લેવુ કે પૂરણ થઈ ગયુ છે. તેમાં જાયફળ અને એલચીનો ભૂકો નાંખીને ઠંડુ પડવા દેવુ. એકદમ ઠંડુ પડી જાય પછી લૂઆ પાડવા. મેંદાના લોટમાં થોડું મોણ નાખીને લોટ પરોઠા જેવો બાંધવો. તેમાં વચ્ચે પૂરણ મૂકીને વણવું. વણવા માટે બીજા લોટમાં બોળીને પણ વણી શકાય. જેટલી પાતળી વણવી હોય તેટલી વણી શકાય. નોનસ્ટીક પર વેઢમી શેકવી. નીચે ઉતારીને ઘી ચોપડો. લો તૈયાર છે ચણાની દાળની વેઢમી પીરસતી વખતે પૂરતુ ઘી ફરીથી લગાવો.

    ઉપવાસમાં પણ મજા લઈ સકશો સાઉથ ઇન્ડિયન વાનગીઓની, બનાવો ફરાળી ઢોસા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ