બ્રેકફાસ્ટમાં બનાવો ચીઝ બર્સ્ટ પરાઠા, ફેમસ બની રહ્યા છે સ્ટ્રીટફૂડ તરીકે

ચીઝ બર્સ્ટ પરાઠા ઘરે પણ સહેલાઇથી બનાવી શકાય છે

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 01:39 PM
પિઝા કટરથી કાપીને ગરમાગરમ સર્
પિઝા કટરથી કાપીને ગરમાગરમ સર્

રેસિપિ ડેસ્ક: આજકાલ સ્ટ્રીટફૂડ તરીકે ચીઝ બર્સ્ટ પરાઠા ખૂબજ લોકપ્રિય બની ગયા છે. આ ચીઝ બર્સ્ટ પરાઠા ઘરે પણ સહેલાઇથી બનાવી શકાય છે. ચીઝ બર્સ્ટ પરાઠા બ્રેકફાસ્ટ કે સાંજની ચા-કૉફી સાથેના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે. નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમારા રસોડે પર.

ચીઝ બર્સ્ટ પરાઠા
સામગ્રી

એક કપ ઘઉંનો લોટ
એક કપ મેંદો
અડધી નાની ચમચી મીઠું
એક ચમચી ઘી
શેકવા માટે ઘી


સ્ટફિંગ માટે

200 ગ્રામ મોઝરેલા ચીઝ
પિઝા સોસ (જરૂર મુજબ)

રીત


સૌપ્રથમ લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ અને મેંદો લો. ત્યારબાદ અંદર મીઠું અને ઘી નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને નોર્મલ પરાઠા જેવો સોફ્ટ લોટ બાંધીને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.


આ દરમિયાન મોઝરેલા ચીઝને છીણી દો. લોટ સેટ થઈને તૈયાર થઈ જાય એટલે લોટને હાથમાં થોડું ઘી લગાવી મસળી લો. ત્યારબાદ તેના ગોળા બનાવી દો. હવે ગોળાને મેંદાના અટામણમાં રગદોળી થોડો વણી ઉપર પિઝા સોસ લગાવો. ત્યારબાદ ઉપર ચીઝ મૂકી સ્ટફિંગને પેક કરી મેંદાના અટામણ વાળું કરી એકદમ હળવા હાથે વણો. જરા પર દબાવવું નહીં, જેથી પરાઠો ફાટ્યા વગર સરસ તૈયાર થાય.


ત્યારબાદ તવી ગરમ કરી મિડિયમ ગેસ પર ઘીના ટુવા દઈ બન્ને બાજુ ગોલ્ડન ટપકી પડે એ રીતે શેકી લો. તૈયાર છે ચીઝ બર્સ્ટ પરાઠા. હવે પિઝા કટરથી કાપીને ગરમાગરમ સર્વ કરો.

ઘરે જ બનાવો કાચા કેળાની બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી વેફર

X
પિઝા કટરથી કાપીને ગરમાગરમ સર્પિઝા કટરથી કાપીને ગરમાગરમ સર્
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App