Home » Recipes » Indian Recipes » Try delicious recipe of Traditional Bararasi street food Kachori

બનારસની ગલીઓમાં સવારના નાસ્તા માટે બહુ ફેમસ છે આ કચોરી

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 10:28 AM

અંદર મસાલો ભરવામાં આવતો નથી, પરંતુ બટાકાના રસાવાળા શાક સાથે પીરસવામાં આવે છે

  • Try delicious recipe of Traditional Bararasi street food Kachori
    કચોરી શબ્દ સાંભળતાં જ નજર સાથે સેવ, ચટણી અને ભરપૂર મસાલો જ દેખાય

    રેસિપિ ડેસ્ક: સામાન્ય રીતે કચોરી શબ્દ સાંભળતાં જ નજર સાથે સેવ, ચટણી અને ભરપૂર મસાલો જ દેખાય, પરંતુ બનારસી કચોરી અલગ જ ટાઇપની વાનગી છે. બનારસમાં બ્રેકફાસ્ટ માટે કચોરી સ્ટ્રીટફૂડ તરીકે મળી રહે છે. તેમાં જે મસાલા પૂરી મળે છે, તે બનારસી કચોરી તરીકે ઓળખાય છે. તેની અંદર કોઇપણ પ્રકારનો મસાલો ભરવામાં આવતો નથી, પરંતુ બટાકાના રસાવાળા શાક સાથે પીરસવામાં આવે છે. નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો બ્રેકફાસ્ટ માટે.

    પૂરી માટેની સામગ્રી

    -1 કપ ઘઉંનો લોટ
    -1 ટી સ્પૂન જીરૂં
    -1 ટી સ્પૂન અજમો
    -1 ટેબલ સ્પૂન ઘી
    -મીઠું સ્વાદાનુસાર
    -તેલ તળવા માટે

    રીત

    સૌપ્રથમ જીરૂં અને અજમાને એક કપ પાણીમાં બરાબર ઉકાળી લો. તેમાં થોડું મીઠું પણ નાખવુ. બધાને બરાબર મિક્ષ કરીને મસાલો બનાવી લો. ત્યાર બાદ લોટમાં એક ચમચી ઘી નાંખીને બરાબર મિક્ષ કરી લો. લોટમાં મોણ નાખવાથી પૂરી નરમ બનશે. તેમાં તૈયાર કરેલો મસાલો નાખીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. જરૂર પડે તો બીજુ પાણી નાખીને નરમ કણક બાંધી લેવી. ત્યાર બાદ તેમાંથી મધ્યમ કદના ગોળા બનાવી પૂરી વણી લો. ગરમ તેલ કરીને તેને તળી લો.

    વીકેન્ડમાં ટ્રાય કરો સોજીની ક્રિસ્પી પાણીપૂરી, ઘરમાં બધાં કહેશે વાહ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ