Home » Recipes » Indian Recipes » Try delicious recipe of Rajgara thalipith for Shitla satam and Shravan month Fast

શીતળા સાતમ અને શ્રાવણ માસના ઉપવાસ માટે બનાવો રાજગરાની થાળીપીઠ

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 10:00 AM

શીતળા સાતમ માટે બધાંના ઘરે અવનવી વાનગીઓ બનતી જ હોય છે

  • Try delicious recipe of Rajgara thalipith for Shitla satam and Shravan month Fast
    આજે અમે તમારા માટે લાવ્યા છીએ રાજગરાની થાળીપીઠની રેસિપિ

    રેસિપિ ડેસ્ક: રાંધણ છઠ પણ છે અને શ્રાવણ મહિનાના ઉપવાસ પણ. શીતળા સાતમ માટે બધાંના ઘરે અવનવી વાનગીઓ બનતી જ હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ રાજગરાની થાળીપીઠની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો આ શીતળા સાતમ માટે.

    રાજગરાની થાળીપીઠ
    સામગ્રી


    -1 વાડકી રાજગરાનો લોટ
    -1 નંગ મોટું બટાકું
    -1 મોટો કટકો બાફેલું સૂરણ
    -2 ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
    -1 ટેબલ સ્પૂન શેકેલા સીંગદાણાનો ભૂકો
    -1 ટેબલ સ્પૂન કોથમીર
    -1/2 ટી સ્પૂન જીરું(અધકચરું ખાંડેલું શેકેલું )
    -1/2 ટી સ્પૂન ખાંડ
    -2 ટેબલ સ્પૂન ખાટું દહીં
    -તેલ તળવા માટે
    -મીઠું સ્વાદાનુસાર


    રીત


    બાફેલા બટાકાને છોલીને માવો કરવો. બાફેલા સૂરણને છીણવું. રાજગરાનો લોટ, બટાકાનો માવો, સીંગનો ભૂકો બરાબર મિક્ષ કરવા. પ્રમાણસર મીઠું, આદું-મરચાં, ખાંડ, કોથમીર, જીરું તથા તેલનું મોણ નાંખીને બરાબર મિક્ષ કરી લેવું. ત્યાર બાદ તેમાં ખાટું દહીં તથા જરૂરી પાણી ઉમેરી ‘કઠણ’ ખીરું બનાવવું. સૂરણનું છીણ ભાંગે નહીં તે રીતે ઉમેરવું. ઢાંકીને 2 કલાક રાખી મૂકવું. ત્યારબાદ તવી ઉપર તેલ લગાવવું. લોટમાંથી લૂવો લઇને તવી ઉપર મૂકવો. દબાવીને નાના થેપલા જેવું બનાવવું. તાવેથાના પાછલા ભાગ વડે જરા મોટા કાંણા પાડવાં. તવીને ધીરે તાપે મૂકવી. થેપલાંની ચારે બાજુએ થોડું તેલ રેડવું. નીચેની બાજુ ગલાબી થાય એટલે ઉથલાવી, થોડું તેલ મૂકી તળવું. બંને બાજુ ગુલાબી તળાય એટલે ‘થાળીપીઠને’ ડિશમાં કાઢી લેવું. દહીં તથા લીલી ચટણી જોડે ઉપયોગમાં લેવું.

    માત્ર 15 જ મિનિટમાં બની જશે પનીર ભૂર્જી, ટ્રાય કરો ડિનરમાં

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ