તળ્યા વગર જ બનાવો બટાકાવડા, ડાયટ કૉન્શિયસ લોકો પણ ખાઇ શકે

પ્લેટમાં કાઢો અને ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો
પ્લેટમાં કાઢો અને ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો

divyabhaskar.com

Aug 23, 2018, 02:20 PM IST

રેસિપિ ડેસ્ક: મોટાભાગે લોકો બટાકાવડા તળીને જ બનાવવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે બટાકાવડાને તળ્યા વગર પણ બનાવી શકાય છે. આ બટાકાવડા તળ્યા વગર બન્યાં હોવાથી લો-ફેટ હોય છે, જેથી ડાયટ કૉન્શિયસ લોકો પણ લઈ શકે છે તેનો આનંદ. તો નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


તળ્યા વગર જ બનાવો બટાકાવડા
સામગ્રી


300 ગ્રામ બાફેલાં બટાકાં
અડધો કપ બેસન
બેથી ત્રણ ટેબલસ્પૂન ઝીણી સમારેલી લીલી કોથમીર
એક ટેબલસ્પૂન તેલ
ચપટી અજમો
પા ચમચી જીરું
અડધી ચપટી હિંગ
પા ચમચી હળદર
અડધી ચમચી ધાણાજીરું
અડધી ચમચી આદુની પેસ્ટ
અડધી ચમચી લાલ મરચું
સ્વાદ અનુસાર મીઠું
એક ચપટી બેકિંગ સોડા
શેકવા માટે તેલ


રીત


સૌથમ બેસનનું ગોળ બનાવી દો. બેસનમાં થોડું પાણી એડ કરી જરા પણ ગઠ્ઠા ન રહે ત્યાં સુધી હલાવો. ત્યારબાદ ભજીયાંના ગોળ જેવો ગોળ બનાવો. ત્યારબાદ અંદર ત્રીજા ભાગની ચમચી મીઠું, પા ચમચી લાલ મરચું, પા ચમચીથી પણ અડધી હળદર અને અજમો નાખી બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ અંદર બેકિંગ સોડા નાખી બરાબર હલાવી બેટરને 10 મિનિટ માટે ફૂલવા માટે મૂકી દો.


ત્યારબાદ બાફેલાં બટાકાંને છોલીને મસળી લો. હવે એક પેનમાં એક ચમચી તેલ લો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર જીરું નાખી થોડું હલાવી દો. ત્યારબાદ અંદર હિંગ, ચપટી હળદર, ઝીણુ સમારેલું મરચું, આદુની પેસ્ટ નાખી બટાકાનો માવો નાખો. ત્યારબાદ પા ચમચી લાલ મરચું અને અડધી ચમચી મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. હેસની ફ્લેમ મિડિયમ રાખવી અને 2-3 મિનિટ સુધી હલાવતા રહેવું, ત્યારબાદ અંદર ઝીણી સમારેલી કોથમીર નાખી હલાવી લો. ટોટલ 3-4 મિનિટ સુધી પકવવું. માવો ઠંડો થઈ જાય એટલે ત્તેલ વાળા હાથ કરી નાના-નાના ગોળા બનાવી દો. ગોળા અપ્પમ મેકરમાં આવી જાય એ પ્રમાણેની સાઇઝ જ રાખવી. અપ્પમ મેકરને ગરમ કરવા મૂકી દો.


અપ્પમ મેકર ગરમ થઈ જાય એટલે અંદર થોડું-થોડું તેલ નાખો. ત્યારબાદ બટાકાના ગોળાને બેસનમાં લપેટીને અપ્પમ મેકરના સાંચામાં મૂકી ઢાંકી દો. 4-5 મિનિટ સુધી ધીમી આંચે શેકાવા દો. ત્યારબાદ ઉપરની તરફ થોડું-થોડું તેલ લગાવી બટાકા વડાને પલટી દો. ત્યારબાદ ઢાંકીને ફરી 4-5 મિનિટ ધીમી આંચે શેકાવા દો. બંન્ને બાજુ લાઇટ બ્રાઉન થવા જોઇએ, બાકી હોય થોડીવાર વધુ શેકી શકાય છે. ત્યારબાદ પ્લેટમાં કાઢો અને ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો.

કઈંક નવું ખાવાની ઇચ્છા થાય તો બનાવો મહારાષ્ટ્રની ફેમસ વાનગી અનરસે

X
પ્લેટમાં કાઢો અને ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરોપ્લેટમાં કાઢો અને ટોમેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી