એનીટાઇમ ભૂખ માટે બનાવો ચનાચૂર, બંગાળમાં ફેમસ છે સ્ટ્રીટફૂડ તરીકે

ચનાચૂર એકદમ ઠંડુ થઈ જાય એટલે કોઇ એરટાઇટ ડબ્બામાં ભરી લો
ચનાચૂર એકદમ ઠંડુ થઈ જાય એટલે કોઇ એરટાઇટ ડબ્બામાં ભરી લો

divyabhaskar.com

Sep 05, 2018, 01:26 PM IST

રેસિપિ ડેસ્ક: અચાનક ભૂખ લાગે ત્યારે ગુજરાતીઓના ઘરમાં સૂકા નાસ્તા તો હોય જ છે. દર વખતે બહારના નાસ્તા ન ભાવે અને હેલ્થ અને ખીસાએ પણ ન પોસાય. આ માટે અમે લાવ્યા છીએ બંગાળી મિક્સ ચેવડો એટલે કે ચનાચૂરની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ બનાવો ઘરે જ.


મિક્સ બંગાળી ચેવડો (ચનાચૂર)
સામગ્રી


બુંદી માટે

અડધો કપ બેસન
નાની ચમચી તેલ
સ્વાદ અનુસાર મીઠું

સેવ માટે


અડધો કપ બેસન
એક ચમચી તેલ
સ્વાદ અનુસાર મીઠું
અડધી ચપટી બેકિંગ સોડા


તળવા માટે તેલ

અડધો કપ પલાળેલી ચણાની દાળ (6-7 કલાક પલાળવી)
અડધો કપ પલાળીને બાફેલ વટાણા
પોણો કપ સીંગદાણા
એક કપ તળવાના પૌવા
પા કપ મીઠો લીમડો


મસાલા

એક ઈંચ તજનો ટુકડો
બે નાની ઈલાયચી
એક ચમચી કાળામરી
સ્વાદ અનુસાર મીઠું
એક ચમચી જીરું
એક ચમચી લાલ મરચું

બે-ત્રણ ટેબલસ્પૂન કિશમિશ


રીત

સૌપ્રથમ બુંદી માટે ખીરું બનાવો. એક બાઉલમાં બેસન, તેલ અને મીઠું નાખો. ત્યારબાદ થોડું-થોડું પાણી નાખતા જાઓ અને બરાબર હલાવતા જાઓ. એકદમ સોફ્ટ અને થોડું પાતળું ખીરું બનાવી એકબાજુ મૂકો ઢાંકીને.


હવે સેવ માટેનું ખીરું તૈયાર કરો. એક બાઉલમાં બેસન, તેલ, મીઠું અને સોડા નાખી મિક્સ કરી દો. ત્યારબાદ થોડું-થોડું પાણી નાખી સેવ માટે સોફ્ટ લોટ તૈયાર કરો.


ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરો. બુંદી માટે એકદમ ગરમ તેલ જોઇએ.ગેસની ફ્લેમ પણ હાઇ રાખવી. બુંદી માટે કાળાવાળા ઝારાનો ઉપયોગ કરવો. ઝારા પર બુંદીનું ખીરુ રેડવું એટલે નીચે બુંદી પડતી જશે. ત્યારબાદ બુંદીને ગોલ્ડન બ્રાઉન તળી એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ સેવ બનાવવી. સેવ મશીનથી પણ બનાવી શકાય છે. ઝારાથી સેવ બનાવવી હોય તો ઝારાને કડાઇ ઉપર પકડવો અને ઝારા પર સેવનો લોટ મૂકી હાથથી ઘસવું, એટલે નીચે સેવ પડતી જશે. સેવ પણ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ઝારાથી કાઢીને પ્લેટમાં કાઢી દો.


હવે પલાળેલી ચણાની દાળને ઝારામાં રાખીને જ તળી લેવી, જેથી તેલમાંથી કાઢવામાં તકલીફ ન પડે ત્યારબાદ વટાણા પણ તળો લો. ત્યારબાદ સીંગદાણા દળી લો. છેલ્લે ધીમા ગેસ પર પૌવા તળી લો. હવે ધીમા ગેસ પર મીઠા લીમડાને પણ તળી લો.


હવે મિક્સરના ઝારમાં ચનાચૂર માટેના મસાલાની સામગ્રી લઈને દળી લો. ત્યારબાદ એક મોટા બાઉલમાં બનાવેલ બુંદી, સેવ, પૌવા, ચણાની દાળ, વટાણા, સીંગદાણા અને મીઠો લીમડો નાખી ઉપર મસાલો ખાઈ બરાબર હલાવી દો. ત્યારબાદ ઉપર કિશમિશ નાખો.


- ચનાચૂર એકદમ ઠંડુ થઈ જાય એટલે કોઇ એરટાઇટ ડબ્બામાં ભરી લો. બે-ત્રણ મહિના સુધી નહીં બગડે.

બ્રેકફાસ્ટમાં બનાવો ચીઝ બર્સ્ટ પરાઠા, ફેમસ બની રહ્યા છે સ્ટ્રીટફૂડ તરીકે

X
ચનાચૂર એકદમ ઠંડુ થઈ જાય એટલે કોઇ એરટાઇટ ડબ્બામાં ભરી લોચનાચૂર એકદમ ઠંડુ થઈ જાય એટલે કોઇ એરટાઇટ ડબ્બામાં ભરી લો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી