નાસ્તા કે ટ્રાવેલિંગ માટે બનાવો બેસન અને ઘઉંના લોટની નવા જ ટેસ્ટની પૂરી

એકવાર બનાવશો એટલે ચાલશે એક અઠવાડિયા સુધી
એકવાર બનાવશો એટલે ચાલશે એક અઠવાડિયા સુધી

divyabhaskar.com

Sep 11, 2018, 10:00 AM IST

રેસિપિ ડેસ્ક: હોસ્ટેલમાં લઈ જવા માટે નાસ્તાની જરૂર હોય કે ટ્રાવેલિંગ માટે કે પછી નાસ્તા આટે સૂકા નાસ્તાની જરૂર હોય, બેસ્ટ ઓપ્શન બની રહેશે બેસન અને ઘઉંના લોટની નવી જ સ્ટાઇલની રેસિપિ. આ સ્ટાઇલથી બનાવવામાં આવેલ પૂરીનો ટેસ્ટ પણ હટકે રહેશે. એકવાર બનાવશો એટલે ચાલશે એક અઠવાડિયા સુધી.

લોટ અને બેસનની પૂરી
સામગ્રી

એક કપ બેસન
પા ચમચી હળદર
એક ચમચી લાલ મરચું
સ્વાદ અનુસાર મીઠું
એક ચમચી શેકીને અધકચરું વાટેલું જીરું
એક ચમચી અજમો
એક ચમચી સમારેલી કોથમીર
અડધી ચમચી કસૂરી મેથી
એક ટેબલસ્પૂન તેલ
બે કપ ઘઉંનો લોટ
તળવા માટે તેલ


રીત


સૌપ્રથમ એક બાઉલમાં બેસન લો. ત્યારબાદ બેસનમાં હળદર, લાલ મરચું, મીઠું, વાટેલું જીરું અને અજમો નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને એકદમ પાતળું ખીરું તૈયાર કરો. એક કપ બેસનમાં લગભગ બે કપ પાણી નાખવું. ત્યારબાદ અંદર કોથમીર અને કસૂરી મેથી નાખી મિક્સ કરી લો.


હવે ગેસ પર કઢાઇ ગરમ કરવા મૂકો. કઢાઇ સાદી હોય તો બે ટેબલસ્પૂન તેલ લેવું અને નોનસ્ટિક હોય તો એક ટેબલસ્પૂન તેલ લેવું. તેલ ગરમ થઈ જાય એટાલે અંદર બેસનનું ખીરું નાખો. ધીમા ગેસ પર બેસનને સતત હલાવતા રહેવું બેસન જાડું થઈ જાય અને કઢાઇને ચોંટવાનું બંધ થઈ જાય એટલે ગેસ બંધ કરો અને મોટા બાઉલમાં ઠંડું થવા મૂકો. બેસન એકદમ ઠંડું થઈ જાય એટલે અંદર બે કપ ઘઉંનો લોટ મિક્સ કરો અને પૂરીના લોટ જેવો કડક લોટ બાંધી લો. જરા પણ પાણી ન ઉમેરવું. એકદમ કડક લોટ બંધાઇ જાય એટલે તેલવાળા હાથથી થોડો મસળીને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.

ત્યારબાદ ઓરસિયા અને વેલણ પર થોડું-થોડું તેલ લગાવી દો અને મોટા-મોટા લુવા પનાવી પરાઠા જેવું વણીન લો. ત્યારબાદ ગોળ મોલ્ડથી ગોળ-ગોળ પૂરીઓ કાપી લો. બધી જ પૂરીઓ તૈયાર થઈ જાય એટલે ગેસ પર તળવા માટે તેલ ગરમ કરવા મૂકો.


તેલ ગરમ થઈ જાય એટલે મિડિયમ આંચ પર આ પૂરીઓ તળવી. પૂરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંન્ને બાજુ તળવી. આ પૂરી એક અઠવાડિયા સુધી બગડતી નથી, એટલે બાળકોને હોસ્ટેલમાં આપવા, ટ્રાવેલિંગ માટે કે સૂકા નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે.

વીકેન્ડમાં બાળકો માટે બનાવો ચીઝી વેજિટેબલ બોલ, થઈ જશે ખુશ

X
એકવાર બનાવશો એટલે ચાલશે એક અઠવાડિયા સુધીએકવાર બનાવશો એટલે ચાલશે એક અઠવાડિયા સુધી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી