કાનુડાને ધરાવવા બનાવો સાઉથ ઇન્ડિયન વાનગી સ્વીટ પોંગલ

તૈયાર છે સ્વીટ પોંગલ જેને તમે ગરમ કે ઠંડા પીરસી શકો છો
તૈયાર છે સ્વીટ પોંગલ જેને તમે ગરમ કે ઠંડા પીરસી શકો છો

divyabhaskar.com

Aug 27, 2018, 11:46 AM IST

રેસિપિ ડેસ્ક: શ્રાવણ મહિનો શરૂ થાય એટલે તહેવારોની સિઝન પણ શરૂ થઈ જાય. રોજ-રોજ કાનુડાને ભોગ ધરાવવા અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ સાઉથ ઇન્ડિયન વાનગી સ્વીટ પોંગલની રેસિપિ. તો તમે પણ બનાવો તમારા રસોડે અને ધરાવો કાનુડાને.


સ્વીટ પોંગલ
સામગ્રી

-1 કપ ચોખા
-1/2 કપ મગની મોગર દાળ
-11/2 કપ ગોળ
-1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
-12 નંગ કાજૂ
-3 ટેબલ સ્પૂન ઘી
-2 ટેબલ સ્પૂન કિસમિસ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ


રીત


સૌપ્રથમ એક પેન ગરમ કરીને તેમાં થોડું ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં કાજૂ અને કિસમિસને આછા બદામી રંગના ફ્રાય કરી લો. હવે તેને કાઢી લો. આ જ પેનમાં મગની દાળને ફ્રાય કરો. આછી લાલ રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો. દાળને પણ કાઢીને એકબાજુ મૂકો. હવે એક કડાઈ ગરમ કરવા મૂકો. તેમાં ગોળને ગરમ કરો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. હવે બીજા એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમાં ચોખા અને દાળ નાખીને ચઢવા દો. ચોખા ચઢી જાય એટલે તેમાં ગોળનું મિશ્રણ નાખીને બરાબર હલાવો. હવે તેમાં ઈલાયચી પાવડર, કાજુ, કિસમિસ અને થોડું મીઠું નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. ભાતને ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. તૈયાર છે સ્વીટ પોંગલ જેને તમે ગરમ કે ઠંડા પીરસી શકો છો.

વરસાદી વીકેન્ડમાં ઉપવાસ હોય તો ટ્રાય કરો શક્કરિયાના પકોડા

X
તૈયાર છે સ્વીટ પોંગલ જેને તમે ગરમ કે ઠંડા પીરસી શકો છોતૈયાર છે સ્વીટ પોંગલ જેને તમે ગરમ કે ઠંડા પીરસી શકો છો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી