સાંજની ચા-કૉફી સાથે માણો તીખી પેનકેક તરીકે ઓળખાતી સરવા પીંડીની મજા

સરવા પીંડી તેલંગાણાની ટ્રેડિશનલ વાનગી છે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:00 AM
નોંધી લો રેસિપિ અને તમે પણ કરો
નોંધી લો રેસિપિ અને તમે પણ કરો

રેસિપિ ડેસ્ક: ચોખાના લોટમાંથી બનતો સરવા પીંડી એક પ્રકારની તીખી પેનકેક તરીકે પણ ઓળખી શકાય છે. સરવા પીંડી તેલંગાણાની ટ્રેડિશનલ વાનગી છે. સાંજની ચા-કૉફી સાથે સરવા પીંડી બેસ્ટ બ્રેકફાસ્ટ બની રહે છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


સરવા પીંડી
સામગ્રી


- એક ડાળી મીઠો લીમડો
- એક ટીસ્પૂન તલ
- એક ટીસ્પૂન લસણની પેસ્ટ
- એક ટીસ્પૂન લાલ મરચું
- એક નંગ ડુંગળી
- અડધો કપ ચણાની દાળ
- તેલ
- અઠીસો ગ્રામ ચોખાનો લોટ
- મીઠું સ્વાદ અનુસાર
- ત્રણ લીલા મરચાં


રીત


સૌ પહેલાં ચણાની દાળને અડધો કલાક માટે પલાળી રાખો. હવે એક બાઉલમાં દાળ કાઢો અને પાણીને અલગ કરી લો. આ દાળમાં લસણ, આદુની પેસ્ટ, ડુંગળી, મીઠું, મરચું, તલ, લીમડો, લોટ બધું મિક્સ કરો અને સારી રીતે હલાવીને તેનો લોટ બાંધો. એક પેન લો અને અને તેમાં થોડું તેલ મૂકો, હાથથી આ મિશ્રણને તેની પર મૂકો અને ફેલાવી લો. તેમાં નાના કાણા પણ કરો. જેથી તે ફૂલે નહીં અને તેને સારી રીતે ધીમા તાપે શેકો. જ્યારે તેનો કલર બ્રાઉન થઇ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો અને ગરમાગરમ પીંડીને ચટણી સાથે માણો.

બનાવવા બહુ સરળ છે ખૂબજ ટેસ્ટી એવા દહીંના બ્રેડ રોલ, ભાવશે બધાંને

X
નોંધી લો રેસિપિ અને તમે પણ કરો નોંધી લો રેસિપિ અને તમે પણ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App