છોલે બનાવવાની નવી જ રીત, બનશે ખૂબજ ટેસ્ટી અને ફટાફટ પણ

ઘણી મહેનત બાદ પણ છોલે ટેસ્ટી ન બને એટલે ઘણીવાર મૂડ બગડતો હોય છે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:00 AM
Try delicious and Yummy restaurant style Chhole with easy and quick recipe

રેસિપિ ડેસ્ક: છોલે તો તમારાં બધાંના ઘરમાં બનતા જ હશે પરંતુ રેસ્ટોરેન્ટ જેવા છોલા ભાગ્યે જ કોઇના ઘરે બનતા હોય છે. ઘણી મહેનત બાદ પણ છોલે ટેસ્ટી ન બને એટલે ઘણીવાર મૂડ બગડતો હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ફટાફટ છોલે બનાવવાની રેસિપિ અને રેસ્ટોરેન્ટ જેવા જ ટેસ્ટી છોલે બનાવવાની ખાસ ટિપ્સ પણ.

સામગ્રી


ત્રણ ટામેટાંની પેસ્ટ
બે ડુંગળીની પેસ્ટ
એક ચમચી આદુ-લસણની પેસ્ટ
બે ટેબલસ્પૂન છોલે મસાલો
એક ટી સ્પૂન ધાણાજીરું
એક ટીસ્પૂન સૂકા દાડમના દાણા કે આમચૂર પાવડર
અડધી ચમચી લાલ મરચું
અડધી ચમચી હળદર
એક મોટી ઈલાયચી
ચાર લવિંગ
એક ટૂકડો તજ
12 કલાક પલાળીને રાખેલા એક બાઉલ છોલે
એક ચમચો તેલ
શેકેલી કસૂરી મેથી


તડકા માટે


એક ચમચી ઘી
અડધી ચમચી હિંગ
બે લીલાં મરચાં (મરચાંમાં વચ્ચે એક કાપો કરવો)
એક ઈંચ આદુ્ના ટુ્ડાની લાંબી ચીરીઓ

રીત

પ્રેશર કૂકરને મિડિયમ ફ્લેમ પર ગરમ કરી અંદર એક ચમચો તેલ નાખો. ત્યારબાદ અંદર ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળી બરાબર ચઢી જાય એટાલે અંદર મોટી ઈલાયચી, લવિંગ અને તજ નાખી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી ચડવવી. ડુંગળી નીચે ચોંટે તો અંદર થોડું પાણી નાખો. ત્યારબાદ અંદર નાખો આદુ-લસણની પેસ્ટ નાખો. તેને થોડું ચઢવા થઈ અંદર નાખો ટામેટાંની પેસ્ટ અને મીઠું નાખી બરાબર ચઢવા દો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે અંદર છોલે મસાલો, ધાણાજીરું, લાલ મરચું, દાડમના સૂકા દાણા અને હળદર નાખી હલાવતા રહો અને ચઢવા દો. મસાલા બરાબર ચઢી જાય એટાલે અંદર નાખો છોલે. છોલીની સાથે થોડું પાણી પણ નાખવું. આ દરમિયાન એક તપેલીમાં થોડું પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે અંદર બે ચમચી ચા નાખો. ચા બરાબર ઉકળવા લાગે એટલે ગરણીથી ગાળીને છોલેમાં નાખો. ત્યારબાદ અંદર અડધી ચમચી બેકિંગ સોડા નાખો. હવે બધુ જ બરાબર હલાવી દો અને કૂકર બંધ કરી 6-8 સીટી વાગે ત્યાં સુધી ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી કૂકરમાંથી હવા નીકળી જાય ત્યાં સુધી ઠરવા દો. ત્યારબાદ અંદર થોડી શેકેલી કસૂરી મેથી નાખો.


ત્યારબાદ એક વઘારિયાને તડકા માટે ગરમ કરો. અંદર એક ચમચી ઘી નાખો. ઘી ગરમ થઈ જાય એટલે અંદર હિંગ, આદુ અને મરચાં નાખી થોડી વાર હલાવી તડકાને છોલે ઉપર નાખો. તૈયાર છે છોલે.

બ્રેકફાસ્ટમાં બનાવો ચીઝ બર્સ્ટ પરાઠા, ફેમસ બની રહ્યા છે સ્ટ્રીટફૂડ તરીકે

X
Try delicious and Yummy restaurant style Chhole with easy and quick recipe
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App