રેસિપિ ડેસ્ક: કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ ટ્રેડિશનલ વાનગી છે. કોથમીર વડી ખૂબજ હેલ્ધી વાનગી છે. ગરમા-ગરમ કોથમીર વડી બ્રેકફાસ્ટ કે ડીનર, બંને માટે બેસ્ટ ચોઇસ છે. શિયાળામાં તો ગરમા-ગરમ ચા-કૉફી સાથે ખાવાની મજા જ અલગ છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.
કોથમીર વડી
સામગ્રી
1 કપ ચણાનો લોટ
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1 ચમચો આમલીનો પલ્પ
2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
4 ચમચા તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
શેકવા માટે તેલ
રીત
એક બાઉલમાં ચણાનો લોટ, કાજુ, હળદર, મરચું, આમલીનો પલ્પ, લીલાં મરચાં, કોથમીર અને મીઠું લઈ બરાબર મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. હવે એક પૅનમાં ચાર ચમચા તેલ ગરમ કરો. એમાં તૈયાર કરેલું ખીરું ઉમેરી હલાવો. ૧૫થી ૨૦ મિનિટ માટે ધીમા તાપે સતત હલાવતા રહો. મિશ્રણ જાડું થાય એટલે ગૅસ પરથી નીચે ઉતારી લો. આ મિશ્રણને એક થાળીમાં તેલ લગાવી પાથરી દો. ઠંડું થાય એટલે ચોરસ ટુકડામાં કાપી લો. હવે એક પૅન ગરમ કરી એમાં બનાવેલી વડીઓને તેલ લગાવી બન્ને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.