પરોઠા / રેસિપી: આલુ પરોઠા નહીં પણ ટેસ્ટી ટામેટા-ડુંગળી પરોઠા બનાવો

Try delicious and yummy recipe of Tomato onion paratha

divyabhaskar.com

Feb 06, 2019, 05:54 PM IST

રેસિપી ડેસ્ક: આલુ પરોઠા, ગોબી પરોઠા, ચીઝ પરોઠા વગેરે તો તમે બનાવતા જ હશો, પણ હવે ટ્રાય કરો ટોમેટો ઓનિયન એટલે કે ટામેટા ડુંગળીના પરોઠાની રેસિપી. આ પરોઠા ખુબ ટેસ્ટી લાગશે અને તેને બનાવતાં વધારે સમય નહીં લાગે.


ટામેટા-ડુંગળી પરોઠા


સામગ્રી
બે ટેબલસ્પૂન તેલ
અડધી ચમચી જીરું
બે ચપટી હિંગ
અડધી ચમચી લસણની પેસ્ટ
પા ચમચી આદુની પેસ્ટ
એક ઝીણું સમારેલું લીલું મરચું
બે મીડિયમ સાઇઝની ડુંગળી, ઝીણી સમારેલી
બે મીડિયમ સાઇઝનાં ટામેટાં, ઝીણાં સમારેલાં
બે ચમચી ધાણાજીરું
અડધી ચમચી લાલ મરચું
પા ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું
અડધી ચમચી ચાટ મસાલો
પા ચમચી ગરમ મસાલો
એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
ત્રણ ચમચી બેસન
બે કપ ઘઉંનો લોટ
જરૂર મુજબ તેલ

રીત
સૌપ્રથમ એક કઢાઇમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર જીરું અને હિંગ નાખો. ત્યારબાદ અંદર આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલું મરચું નાખી હલાવીને એકાદ મિનિટ સાંતળો. ત્યારબાદ અંદર ડુંગળી અને ટામેટાં નાખો અને બરાબર મિક્સ કરી લો. પછી અંદર ધાણાજીરું, લાલ મરચું, હળદર, મીઠું, ચાટ મસાલો નાખી બધું જ બરાબર મિક્સ કરી લો અને 5 મિનિટ ચઢવા દો. ત્યારબાદ અંદર કોથમીર અને બેસન નાખી મિક્સ કરી લો અને દોઢ-મિનિટ ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી એકબાજુ ઠરવા માટે મૂકી દો.

આ દરમિયાન પરોઠા માટેનો લોટ બાંધી લો. પરોઠાનો લોટ રોટલીના લોટ જેવો એકદમ સોફ્ટ જ બાંધવો. સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે પરોઠા બનાવવાના શરૂ કરો. સૌપ્રથમ એક લુવો બનાવો અને અટામણવાળો કરો અને રોટલીની જેમ વણો. ત્યારબાદ અંદર સ્ટફિંગ મુકી બધી જ બાજુથી પેક કરી ફરી અટામણાવાળો કરી વણી લો. આ દરમિયાન પરાઠા શેકવા તવી ગરમ કરી રાખવી. વણ્યા બદા પરાઠાને શેકવા તવી પર મૂકો. એકબાજુ થોડો શેકાઇ જાય એટલે ઉપરની તરફ તેલ લગાવી પલટી દો અને બીજી બાજુ પણ તેલ લગાવી દો અને બંને બાજુ ગોલ્ડન ટપકી પડે ત્યાં સુધી શેકી લો. પરોઠા શેકવા માટે તેલની જગ્યાએ ઘી કે બટરનો ઉપયોગ પણ કરી શકાય છે. પરોઠાને સર્વ કરો દહીં, રાયતું, અથાણું કે ચટણી સાથે.

X
Try delicious and yummy recipe of Tomato onion paratha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી