Divya Bhaskar

Home » Recipes » Indian Recipes » Try delicious and Yummy recipe of Stuffed Gulab jamun for Rakshabandhan

રક્ષાબંધન પર ભાઇનું મોં મીઠું કરાવો માવા વગરના સ્ટફ્ડ ગુલાબજાંબુથી

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 02:06 PM

માવા કે ખોયા વગરના સ્ટફ્ડ ગુલાબજાંબુની સરળ રેસિપિ

  • Try delicious and Yummy recipe of Stuffed Gulab jamun for Rakshabandhan
    બહેન ભાઇને રાખડી બાંધી મોં મીઠું કરાવે છે

    રેસિપિ ડેસ્ક: 26-ઑગષ્ટ, રવિવારના રોજ રક્ષાબંધન છે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધી મોં મીઠું કરાવે છે. બહેનોને આ દિવસે પોતાના હાથે બનાવેલી મિઠાઇથી ભાઇનું મોં મીઠું કરાવવાનો બહુ હરખ હોય છે. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ માવા કે ખોયા વગરના સ્ટફ્ડ ગુલાબજાંબુની સરળ રેસિપિ.

    માવા કે ખોયા વગરનાં ગુલાબજાંબુ
    સામગ્રી


    એક કપ મિલ્ક પાવડર (135 ગ્રામ)
    અડધો કપ ફૂલ ક્રિમ દૂધ
    પા કપ બટર (55 ગ્રામ)
    10-12- કાજુ
    7-8 ઈલાયચી
    10-12 પિસ્તા
    400 ગ્રામ ખાંડ
    અડધો કપ મેંદો
    તળવા માટે ઘી


    રીત

    સૌપ્રથમ મિલ્ક પાવડરમાંથી બનાવી દો. પેન ગરમ કરી અંદર બટર નાખી મેલ્ટ થવા દો. બટર મેલ્ટ થઈ જાય એટલે અંદર દૂધ નાખો. દૂધ નાખી બરાબર મિક્સ કરો. ગેસની આંચ ધીમી રાખી. બરાબર મિક્સ થઈ જાય એટલે અંદર મિલ્ક પાવડર નાખો. ધીમા ગેસ પર જ સતત હલાવતા રહો. માવો ચીકણો અને કડક થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ ગેસ બંધ કરી માવાને ઠંડો થવા એક બાઉલમાં કાઢી લો.


    હવે ગુલાબજાંબુ માટે ચાસણી બનાવો, એક તપેલીમાં ખાંડ અને એક કપ પાણી નાખો અને ગેસ ચાલુ કરો. સાચણીને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. ગુલાબજાંબુ માટે એક તારી ચાસણી બનાવવી.


    આ દરમિયાન કાજુ અને પિસ્તાની ઝીણો કતરણ કરી દેવી અને ઈલાયચીને ફોલીને ખાંડી દો. આ ત્રણેય વસ્તુ એક બાઉલમાં મિક્સ કરો. થોડો ઇલાયચી પાવડર ચાસણીમાં પણ નાખવી.


    ત્યારબાદ માવાને એક થાળીમાં કાઢો. તેમાંથી એક ચમચી માવાને ડ્રાયફ્રુટમાં નાખો અને બાકીના માવામાં મેંદો નાખી મરાબર મસળો. માવો થોડો કોરો પડે તો અંદર થોડું દૂધ નાખી બરાબર મિક્સ કરો અને મસળો. માવાને લોટની જેમ બાંધવો મસળી-મસળીને. માવો મસળતાં લગભગ 6-7 મિનિટ લાગશે.


    હવે ડ્રાયફ્રુટમાં માવો મિક્સ કરો અને એક ચમચી દૂધ નાખી સ્ટફિંગ તૈયાર કરો. આ દરમિયાન ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું જ ગરમ કરવું. ત્યારબાદ માવાનો એક ગોળો બનાવીને ઘીમાં તળી લેવો. ગોળાને સીધો ન હલાવતાં ચમચાથી તેના પર ઘી નાખતા રહેવું. ગુલાબજાંબુ ડાર્ક બ્રાઉન થઈ જાય એટલે સમજવું ગુલાબજાંબુ ફાટતું નથી. એટલે હવે સ્ટફિંગવાળાં ગુલાબજાંબુ તૈયાર કરવાં.


    હવે માવામાંથી નાના-નાના ગોળા બનાવી દબાવીને ચપટા કરવા અને અંદર થોડી સ્ટફિંગ ભરી ગોળાને પેક કરી બરાબર ગોળ કરી દો. ત્યારબાદ તેને એકદમ ધીમી આંચે તળો. ગોળા ડાર્ક બ્રાઉન થઈ જાય એટલે પ્લેટમાં કાઢવાં અને એક મિનિટ માટે બહાર નાખી ચાસણીમાં નાખો, તૈયાર છે મિલ્ક પાવડરનાં સ્ટફ્ડ ગુલાબજાંબુ. ગુલાબજાંબુને ચાસણીમાં 5-6 કલાક બોળી રાખવાં.


    - પહેલું ચેક કરવા માટે બનાવેલું ગુલાબજાંબુ ફાટે તો માવામાં બે-ત્રણ ચમચી મેંદો નાખી બરાબર મિક્સ કરવું.
    - પહેલું ગુલાબજાંબુ અંદરથી વધારે કડક લાગે તો માવામાં બે-ત્રણ ચમચી દૂધ નાખી બરાબર મિક્સ કરીને જ બાકીનાં ગુલાબજાંબુ બનાવવાં.

    ભાત દાઝ્યા હોય તો એક ટિપ્સથી દૂર થશે વાસ, બહું કામની છે 10 Kitchen Tips

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending