Home » Recipes » Indian Recipes » Try delicious and Yummy recipe of Sabudana Chivda for Fast and Shitla satam

ઉપવાસ અને શીતળા સાતમ બંને માટે બેસ્ટ છે સાબુદાણા ચેવડો, બનાવો ઘરે જ

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 12:49 PM

સાબુદાણાનો ફરાળી કેવડો ઉપવાસમાં ખાઇ શકાય છે અને ઉપવાસ વગર પણ ખાઇ શકાય છે

  • Try delicious and Yummy recipe of Sabudana Chivda for Fast and Shitla satam
    તૈયાર છે સાબુદાણાનો ફરાળી કેવડો

    રેસિપિ ડેસ્ક: સાબુદાણાનો ફરાળી કેવડો ઉપવાસમાં ખાઇ શકાય છે અને ઉપવાસ વગર પણ ખાઇ શકાય છે. ઉપરાંત શીતળા સાતમ માટે પણ સાબુદાણાનો કેવડો બનાવી શકાય છે. તો નોંધી લો રેસિપિ અને તમે પણ બનાવો ઘરે જ.

    સાબુદાણા ચેવડો

    સામગ્રી


    એક કપ મોટા સાબુદાણા
    એક કપ સીંગદાણા
    અડધો કપ સૂકા નારિયેળની લાંબી કતરણ
    20-25 સીંગદાણા
    અડધી ચમચી સીંધવ મીઠું
    પા ચમચી કાળામરી


    રીત


    સૌપ્રથમ સાબુદાણામાં બે ચમચી પાણી નાખી મિક્સ કરી એકબાજુ મૂકી દો, જેથી થોડા નરમ પડે. સાબુદાણાને 5 મિનિટ આ જ રીતે રાખી તળવા. તેલ ગરમ થઈ જાય એટલે સાબુદાણા તળવા. સાબુદાણા તળવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઇ, ત્યારબાદ ધીમા ગેસ પર સાબુદાણા તળવા. સાબુદાણા તળાતાં તલભગ 2-3 મિનિટ લાગશે. થોડીજ વારમાં અંદર સુધી સાબુદાણા એકદમ ક્રિસ્પી બની જશે. તેલ ઠંડુ લાગે તો ગેસને થોડીવાર માટે મિડિયમ કરી શકાય છે. ત્યારબાદ ધીમા ગેસ પર સીંગદાણા તળી લો. સીંગદાણા બહુ જલદી તળાઇ જશે. બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળવા. ત્યારબાદ બદામ તળી લો. બદામ બ્રાઉન અને ક્રિપી થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળવી. સૌથી છેલ્લે કોપરાની કતરણને તળી લો. કોપરાની કતરણ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી જ તળવી.


    હવે આ બધી જ વસ્તુઓને એક મોટા બાઉલમાં લઈ અંદર સીંધવ મીઠું અને કાળામરી નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સાબુદાણાનો ફરાળી કેવડો.

    ડિનરમાં કઈંક નવું ટ્રાય કરવું હોય તો બનાવો મહારાષ્ટ્રિયન વેઢમી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ