બ્રેકફાસ્ટ+બાળકોના લંચબૉક્સ માટે બનાવો સાઉથ ઇન્ડિયન વાનગી પપ્પૂ ચકરી

સાઉથ ઇન્ડિયન વાનગી પપ્પૂ ચકરીની સામગ્રી અને બનાવવાની રીત

divyabhaskar.com | Updated - Aug 27, 2018, 01:32 PM
નવીનતા રહે અને બાળકોને સ્કૂલના લંચબોક્સમાં પણ આપી શકાય
નવીનતા રહે અને બાળકોને સ્કૂલના લંચબોક્સમાં પણ આપી શકાય

રેસિપિ ડેસ્ક: સવારના નાસ્તામાં રોજ શું બનાવવું તે ચિંતા બધાંને સતાવતી હોય છે. ઉપરાંત બ્રેકફાસ્ટમાં કઈંક એવું બનાવવામાં આવે, જેનાથી બ્રેકફાસ્ટમાં નવીનતા રહે અને બાળકોને સ્કૂલના લંચબોક્સમાં પણ આપી શકાય તો ગૃહિણીઓની ડબલ મહેનત બચી જાય. આવી જ એક વાનગીની રેસિપિ લાવ્યા છીએ આજે અમે પણ અહીં. નોંધી લો સાઉથ ઇન્ડિયન પપ્પૂ ચકરીની રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


પપ્પૂ ચકરી
સામગ્રી


-1 કપ ચોખાનો લોટ
-પાણી જરૂર મુજબ
-3/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/4 ટી સ્પૂન હિંગ
-1 ટી સ્પૂન જીરૂં
-11/2 ટેબલ સ્પૂન ચણા દાળ
-1 ટી સ્પૂન ઘી
-મીઠા લીમડાંના પાન
-તેલ તળવા માટે
-મીઠું સ્વાદાનુસાર


રીત


સૌપ્રથમ એક કપમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમાં મીઠું, લાલ મરચું પાવડર અને હિંગ નાખો. હવે તેમાં ધીમે-ધીમે ચોખાનો પાવડર નાખો. બરાબર હલાવીને ગેસ બંધ કરો. આ મિશ્રણને ઠંડુ થવા દો. ચોખાના લોટનું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં જીરૂં, ચણાની દાળ અને ઘી નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો. મીઠું ચાખી લેવું. જેથી ઓછું જણાય તો ફરીથી નાખવું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે ચોખાના લોટના નાના-નાના ગોળા કરો. તેને એક પ્લાસ્ટિકની કોથળી અથવા તો કેળાના પાન પર તેલ લગાવીને મૂકો. તેને નાની પૂરીનો આકાર આપો. ત્યારબાદ તેને તેલમાં ડિપ ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને કાઢી લો. ગરમા ગરમ સર્વ કરો.

અદ્દલ આગ્રા જેવી જ બેડાઇ પૂરી બનાવો ઘરે, વીકેન્ડમાં ફેમિલી થઈ જશે ફિદા

X
નવીનતા રહે અને બાળકોને સ્કૂલના લંચબોક્સમાં પણ આપી શકાયનવીનતા રહે અને બાળકોને સ્કૂલના લંચબોક્સમાં પણ આપી શકાય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App