કઈંક નવું ખાવાની ઇચ્છા હોય તો બનાવો પહાડી આલુ પલડા, વારંવાર બનાવવાની ફરમાઇશ આવશે ફેમિલિ મેમ્બર્સની

divyabhaskar.com

Dec 06, 2018, 10:00 AM IST
કોથમીર અને લીલા મરચાં નાંખીને સર્વ કરો
કોથમીર અને લીલા મરચાં નાંખીને સર્વ કરો

રેસિપિ ડેસ્ક: આલુ પલડા એક પહાડી વાનગી છે. પહાડી વાનગીઓનો ટેસ્ટ જ અદભુત હોય છે. કઈંક નવું અને ખૂબજ ટેસ્ટી ખાવાની ઇચ્છા હોય તો ચોક્કસથી બનાવી શકાય પહાડી આલુ પલડા. એકવાર બનાવશો તો ચોક્કસથી વારંવાર બનાવવાની ફરમાઇશ આવશે ફેમિલિ મેમ્બર્સની. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

પહાડી આલુ પલડા
સામગ્રી

4 નંગ બટાટા બાફેલા(છુંદો કરેલા)
2 કપ દહીં
2 નંગ ટામેટાં (ઝીણા સમારેલા)
1 નંગ મોટી ડુંગળી
2 કળી લસણ
તેલ તળવા માટે
2 કપ છાશ
1 કપ પાણી
નાનો ટુકડો આદું
મીઠું સ્વાદાનુસાર
જીરૂં
ગરમ મસાલો
હળદર
લીલા મરચાં
કોથમીર

રીત

સૌપ્રથમ એક બાઉલમાં બટાટાનો છૂંદો, મીઠું અને દહીં બરાબર મિક્સ કરીને 20 મિનિટ માટે મૂકી દો. ત્યારબાદ ટામેટા, ડુંગળી, આદું અને લસણ બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. કોથમીર અને લીલા મરચાને ઝીણા સમારો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં બનાવેલી પેસ્ટ નાખો. લગભગ અડધી મિનિટ સુધી બરાબર હલાવ્યા બાદ તેમાં હળદર, ગરમ મસાલો નાખો. હવે તેમાં દહીંમાં તૈયાર કરેલા બટાટા નાખો. જરૂર પડે તો મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો. બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં છાશ અને પાણી નાખો. હવે ગેસને ધીમો કરો. પાણી બળી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો. લગભગ 10 મિનિટ સુધી આ રીતે ચઢવા દો. છેલ્લે તેમાં કોથમીર અને લીલા મરચાં નાંખીને સર્વ કરો.

બહું ખાધી લાલ પાવભાજી, નવિનતામાં ટ્રાય કરો સુરતની ખૂબજ ફેમસ 'ગ્રીન પાવભાજી'

X
કોથમીર અને લીલા મરચાં નાંખીને સર્વ કરોકોથમીર અને લીલા મરચાં નાંખીને સર્વ કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી