Divya Bhaskar

Home » Recipes » Indian Recipes » Try delicious and yummy recipe of Masala Vada for Shitla Satam

શીતળા સાતમ માટે બનાવો મસાલા વડા, બાળકોથી લઈને મોટેરાં બધાને ભાવશે ખૂબ

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 10:00 AM

શીતળા સાતમ માટે બધાંના ઘરે રાંધણ છઠ્ઠના દિવસે અવનવી વાનગીઓ બનતી જ હોય છે

  • Try delicious and yummy recipe of Masala Vada for Shitla Satam
    અમે તમારા માટે લાવ્યા છીએ મસાલા વડાની રેસિપિ

    રેસિપિ ડેસ્ક: શીતળા સાતમ માટે બધાંના ઘરે રાંધણ છઠ્ઠના દિવસે અવનવી વાનગીઓ બનતી જ હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ મસાલા વડાની રેસિપિ. શીતળા સાતમ માટે બાળકોથી લઈને મોટેરાં બધાંને બહુ ભાવશે અને બનાવવાની રીત પણ છે એકદમ સરળ.

    મસાલા વડા
    સામગ્રી


    -150 ગ્રામ નારિયેળ છીણ
    -150 ગ્રામ સીંગદાણા
    -400 ગ્રામ ચણાદાળ
    -100 ગ્રામ ચણાનો લોટ
    -આદું-મરચાં વાટેલ
    -કોથમીર
    -હળદર
    -ગરમ મસાલો
    -ખાંડ
    -દ્રાક્ષ
    -મરચું
    -લીંબુ
    -તલ
    -મીઠું


    રીત


    સૌપ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા કાઢી તેમાં નારિયેળનું છીણ, વાટેલ-આદું-મરચાં, કોથમીર નાખી બધું વાટો. તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુનો રસ, મીઠું નાખી તેના ગોળા વાળો. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી, તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને તેલનું મોણ નાખી, તેને ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ચણાના ખીરામાં તૈયાર કરેલ ગોળા બોળી, બદામી રંગના થાય તેમ તળી લો.

    ઉપવાસમાં બનાવો ફરાળી બટાકાવડા, બની જશે ફટાફટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending