કાનુડાને પ્રસાદમાં ધરાવો કલાકંદ, ખૂબજ સરળ છે રેસિપિ

જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં તમે પણ નોંધી લો કલાકંદની રેસિપિ

divyabhaskar.com | Updated - Aug 28, 2018, 12:18 PM
કાનુડાને ધરાવવામાં આવતી વાનગ
કાનુડાને ધરાવવામાં આવતી વાનગ

રેસિપિ ડેસ્ક: કાનુડાને ધરાવવામાં આવતી વાનગીઓમાં કલાકંદ પણ એક છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કલાકંદની રેસિપિ. જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં તમે પણ નોંધી લો કલાકંદની રેસિપિ અને તમે પણ કાનુડાને ધરાવવા બનાવો ઘરે જ.

કલાકંદ
સામગ્રી


-1 લીટર દૂધ
-1 કિગ્રા ફ્રેશ પનીર
-1 કપ ખાંડ
-1 ટી સ્પૂન ઈલાયચી પાવડર
-બદામ-પિસ્તા સમારેલા
-બટર જરૂર મુજબ

રીત

સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ગરમ કરવા માટે મૂકો. દૂધ ઉકળીને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. પનીરને એકદમ મસળીને ભૂકો કરી લેવો. ત્યારબાદ તેને ઉકળતા દૂધમાં ઉમેરવુ. પનીર બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દેવુ. ત્યારબાદ એક બટર લગાવેલી થાળીમાં તેને પાથરવુ. અને બદામ-પિસ્તાથી ગાર્નિશ કરવુ. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના કટકા કરીને સર્વ કરવુ.

ઘરે જ બનાવો ઉત્તરભારતની જાણીતી વાનગી બાલુશાહી, બની જશે ફટાફટ

X
કાનુડાને ધરાવવામાં આવતી વાનગકાનુડાને ધરાવવામાં આવતી વાનગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App