ઘરે જ બનાવો કંદોઇ જેવાં જ સોફ્ટ અને ટેસ્ટી કાલાજાંબુ, નહીં લાગે વધુ સમય

ખૂબજ ઓછા સમયમાં બનતાં આ કાલાજાંબુ કરી દેશે બધાંને આંગળાં ચાટતા

divyabhaskar.com | Updated - Aug 20, 2018, 01:21 PM
ચાસણીમાંથી કાઢી ડિશમાં લઈ લો અ
ચાસણીમાંથી કાઢી ડિશમાં લઈ લો અ

રેસિપિ ડેસ્ક: શ્રાવણ મહિનો આવે એટલે તહેવારો શરૂ થઈ જાય. થોડા જ દિવસોમાં રક્ષાબંધન પણ આવશે. રક્ષાબંધન પર દરેકના ઘરે કઈંક ને કઈંક મિઠાઇ તો અચૂક બને જ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાલાજાંબુની રેસિપિ. આ રેસિપિથી કાલાજાંબુ બનશે અદ્દલ બજાર જેવાં જ. ઉપરાંત બનાવવામાં વધુ સમય પણ નહીં લાગે. તો નોંધી લો રેસિપિ અને કરો તમે પણ ટ્રાય.

કાલાજાંબુ
સામગ્રી


ચાસણી માટે

500 ગ્રામ ખાંડ
2 કપ પાણી
થોડા તાંતણા કેસર
જરૂર મુજબ ઈલાયચી


જાંબુ માટે


500 ગ્રામ મોળો માવો
100 ગ્રામ પનીર
એક ચમચી ઇલાયચી પાવડર
અડધો કપ મેંદો
તળવા માટે તેલ


સર્વ માટે
બૂરું ખાંડ


રીત

સૌથમ ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ અને પાણી લઈ ગેસ પર ઉકળવા મૂકો. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. ખાંડ ઓગળી જાય એટલે અંદર થોડા તાંતણા કેસર અને ઈલાયચી પાવડર નાખો. ચાસણી વઘારે જાડી ન કરવી. હાથમાં જરા ચીકણી લાગે એવી ચારણી થાય એટલે ગેસ બંધ કરી ઢાંકીને મૂકી દો.


હવે એક મોટા બાઉલમાં માવાને છીણીથી છીણી લો. ત્યારબાદ અંદર પનીર છીણી લો. હવે અંદર ઈલાયચી પાવડર અને અડધો કપ મેંદો નાખો મિશ્રણને લોટની જેમ બાંધી લો. મિશ્રણને બરાબર મસણીને એકદમ ચીકણું કરી લેવું. ત્યારબાદ તેમાંથી નાના-નાના ગોળા બનાવી મેંદામાં રગદોળી એકબાજુ મૂકી દો. ગોળામાં જરા પણ ક્રેક ન રહેવી જોઇએ. બધા ગોળા બની જાય એટલે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો. તેલને વધારે ગરમ ન કરવું. તમે ઈચ્છો તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો.


ત્યારબાદ અંદર ગોળા ધીરે-ધીરે મૂકો. ગોળા બહું જ સોફ્ટ હશે એટલે સાંણસીથી કડાઇને ધીરે-ધીરે હલાવવી. થોડા-થોડા લાલ બનવા લાગે ત્યારબાદ જ ઝારા કે તાવેથાથી હલાવવાં. ત્યારબાદ મિડિયમ ફ્લેમ પર ધીરે-ધીરે હલાવતા રહેવું. એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળવાં. તળાઇ જાય એટલે તેને તેલમાંથી કાઢી ચાસણીમાં નાખો. ચાસણી ગરમ હોવી જોઇએ. બધાં જાંબુ ચાસણીમાં બરાબર ડુબાડી 2-3 કલાક માટે ઢાંકીને મૂકી રાખો.


ત્યારબાદ તેને ચાસણીમાંથી કાઢી ડિશમાં લઈ લો અને બુરુ ખાંડ ભભરાવી સર્વ કરો.

ઘરે જ બનાવો ઉત્તરભારતની જાણીતી વાનગી બાલુશાહી, બની જશે ફટાફટ

X
ચાસણીમાંથી કાઢી ડિશમાં લઈ લો અચાસણીમાંથી કાઢી ડિશમાં લઈ લો અ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App