હેવી બ્રેકફાસ્ટ માટે બનાવો આંધ્રપ્રદેશની ટ્રેડિશનલ વાનગી ઢિબ્બા રોટી

બાળકોને આ રોટી ભાવશે પણ ખરી અને તે હેલ્ધી પણ છે
બાળકોને આ રોટી ભાવશે પણ ખરી અને તે હેલ્ધી પણ છે

divyabhaskar.com

Sep 08, 2018, 10:00 AM IST

રેસિપિ ડેસ્ક: ઢિબ્બા રોટી એ આંધ્રપ્રદેશની ટ્રેડિશનલ વાનગી છે. સામાન્ય રીતે ઢિબ્બા રોટી હેવી બ્રેકફાસ્ટ માટે બનાવવામાં આવે છે. સરળ રેસિપિથી બનતી આ વાનગી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે બધાંએ.


ઢિબ્બા રોટી
સામગ્રી


-એક કપ અડદની દાળ
-દોઢ કપ ઈડલી રવો અથવા ચોખા
-એક ટીસ્પૂન જીરું
-લીલા મરચાં સમારેલા
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ જરૂર મુજબ

રીત

સૌપ્રથમ અડદની દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. ત્યારબાદ તેને નીતારીને તેની પેસ્ટ બનાવી લો. રવાને પણ અડધો કલાક માટે પાણીમાં પલાળી દો. રવો બધું પાણી પી જાય એટલે તેને પણ અડદની પેસ્ટમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક ઊંડા પેનમાં કે જાડા તળીયાવાળી કડાઈમાં પા ચમચી જેટલું તેલ લગાવીને તેને ગરમ કરો. ધીમા તાપે તેને ગરમ કરો. હવે તેમાં તૈયાર કરેલા ખીરામાંથી જાડો રોટલો પાથરો. આ રોટલાને ધીમા તાપે જ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનો થાય એ રીતે શેકો. આ રોટલી જાડી હોવાના કારણે તેને ચઢતા થોડીવાર લાગશે. પણ તેને ધીમા તાપે જ ચઢવા દો. જ્યારે તે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય એટલે તેને ઉતારી લો. ગરમા-ગરમ રોટીને વચ્ચેથી કટ કરીને ચા અથવા તો તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો. બાળકોને આ રોટી ભાવશે પણ ખરી અને તે હેલ્ધી પણ છે.

તળ્યા વગર જ બનાવો બટાકાવડા, ડાયટ કૉન્શિયસ લોકો પણ ખાઇ શકે

X
બાળકોને આ રોટી ભાવશે પણ ખરી અને તે હેલ્ધી પણ છેબાળકોને આ રોટી ભાવશે પણ ખરી અને તે હેલ્ધી પણ છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી