બનાવવા બહુ સરળ છે ખૂબજ ટેસ્ટી એવા દહીંના બ્રેડ રોલ, ભાવશે બધાંને

દહીંના બ્રેડ રોલ દહીંના શોલે તરીકે પણ ઓળખાય છે

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 01:44 PM
વચ્ચેથી કાપી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસો
વચ્ચેથી કાપી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસો

રેસિપિ ડેસ્ક: દહીંના બ્રેડ રોલ દહીંના શોલે તરીકે પણ ઓળખાય છે. ઝડપથી બની જતા દહીંના બ્રેડરોલ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે. ઉપરાંત બાળકો શાકભાજી ખાવામાં નખરાં કરતાં હોય તો રોલમાં શાકભાજી નાખીને બનાવશો એટલે તેમનું હેલ્થ પણ સમવાશે. નાનાંથી મોટાં બધાંને ભાવશે પણ ખરા. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

દહીંના બ્રેડ રોલ
સામગ્રી

સ્ટફિંગ માટે

500 ગ્રામ પાણી એકદમ નીતારેલું દહીં (દહીંને કપડામાં બાંધી લટકાવીને પાણી નીતારી લેવું)
100 ગ્રામ પનીર
અડધો કપ ઝીણું સમારેલું ગાજર
અડધો કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
2-3 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
2 ઝીણાં સમારેલાં લીલાં મરચાં
પા ચમચી કાળામરીનો પાવડર
સ્વાદ અનુસાર મીઠું


8 સ્લાઇસ બ્રેડ
બે ટેબલસ્પૂન મેંદો
તળવા માટે તેલ


રીત


સૌપ્રથમ સ્ટફિંગ બનાવી લો. એક બાઉલમાં હંગ દહીં લો. ત્યારબાદ તેમાં 100 ગ્રામ પનીર છીણીને નાખો. ત્યારબાદ અંદર ગાજર, કેપ્સિકમ, કોથમીર અને લીલાં મરચાંની કતરણ નાખો. ત્યારબાદ અંદર મીઠું અને કાળામરી પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે રોલ માટે સ્ટફિંગ

હવે એક નાના બાઉલમાં મેંદો લો અને તેમાં થોડું પાણી ઉમેરી બરાબર હલાવી પાતળું ખીરું બનાવી લો. ત્યારબાદ બધી જ બ્રેડની કિનારીઓ કાપી લો. બ્રેડ એકદમ તાજી હોવી જોઇએ. ત્યારબાદ બ્રેડને થોડી વણી લો. ત્યારબાદ બ્રેડની ઉપરની તરફ થોડું પાણી લગાવી ફરીથી વણી લો. હવે બ્રેડને ઉલટાવી થોડી વણી લો. ત્યારબાદ એક કોર્નર પર એક ચમચી સ્ટફિંગ મૂકવું અને બ્રેડની બધી જ કિનારીઓ પર મેંદાનો ગોળ લગાવવો, જેથી રોલ બરાબર ચોંટી જાય. ત્યારબાદ બ્રેડને રોલ બનાવી લો. હવે કોઇપણ એક પોલિથિન શીટ લઈ શીટમાં ફરી એકવાર રોલ કરી દો. ત્યારબાદ બન્ને કિનારીઓને હળવા હાથે ચોકલેટના રેપરની જેમ પેક કરો. જેથી બન્ને બાજુથી રોલ પેક થઈ જાય અને સ્ટફિંગ બહાર ન આવી શકે. ત્યારબાદ રોલને પોલિથિનમાંથી કાઢી લો. બધા જ રોલ આ રીતે તૈયાર કરી દો.


આ દરમિયાન ગેસ પર તળવા માટે તેલ ગરમ થવા મૂકી લો. રોલ તળવા માટે તેલ મિડિયમ ગરમ હોવું જોઇએ. તેલ ગરમ થાય એટલે મિડિયમ આંચે બધા જ રોલ વારાફરથી ગોલ્ડન બ્રાઉન તળી લેવા. બધા જ રોલ તૈયાર થઈ જાય એટલે વચ્ચેથી કાપી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસો.

તળ્યા વગર જ બનાવો બટાકાવડા, ડાયટ કૉન્શિયસ લોકો પણ ખાઇ શકે

X
વચ્ચેથી કાપી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસોવચ્ચેથી કાપી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App