ઘરે જ બનાવો ચણાની ક્રિસ્પી દાળ, મજા લો ડુંગળી-ટામેટાં અને લીંબુ સાથે

મોટાભાગના લોકો ચણાની દાળ બજારમાંથી તૈયાર લાવતા હોય છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 04:32 PM
કોથમીર ઝીણી સમારી ઉપર ભભરાવો અને લીંબુ નીચોવી મજા લો
કોથમીર ઝીણી સમારી ઉપર ભભરાવો અને લીંબુ નીચોવી મજા લો

રેસિપિ ડેસ્ક: તળેલી ચણાની દાળમાં ડુંગળી, ટામેટાં અને કોથમીર ઝીણાં સમારીને ભભરાવ્યાં અને લીંબુ નીચોવેલું હોય તો ખાવાની મજા જ અલગ છે. હા જોકે મોટાભાગના લોકો ચણાની દાળ બજારમાંથી તૈયાર લાવતા હોય છે. આજે અમે આવી જ ક્રિસ્પી અને ટેસ્ટી દાળ ઘરે બનાવવાની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


ચણાની દાળ
સામગ્રી


1 કિલો ચણાની દાળ(મોટા દાણાવાળી)
દોઢ ચમચી મીઠું
અડધી ચમચી સંચળ
દોઢ ચમચી લાલ મરચું
દોઢ ચમચી ગરમ મસાલો
તળવા માટે તેલ


રીત

દાળને 3-4 કલાક માટે પલાળી દો. સારી રીતે ધોઈને પાણી નિતારી લો. 2 લીટર ઉકળતા પાણીમાં દાળ નાખીને તરત જ કાઢી લો.

ચોખ્ખા કપડાં પર ફેલાવીને થોડીક સુકાવી લો. કડક ઉકળતા તેલમાં થોડી-થોડી કરીને તળતા જાવ. તળેલી દાળને કાગળ લગાવેલ ટોપલીમાં નાખતા જાવ, તેથી વધારાનું તેલ સૂકાઇ જાય. તેલ નીતરી જાય કે બધા મસાલા સારી રીતે ભેળવી લો. ત્યારબાદ એક એરટાઇટ ડબ્બામાં ભરી લો. આ દાળ એક મહિના સુધી નહીં બગડે.

જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ડુંગળી, ટામેટાં અને કોથમીર ઝીણી સમારી ઉપર ભભરાવો અને લીંબુ નીચોવી મજા લો.

ડિનર કે નાનકડી ફેમિલી પાર્ટી માટે બનાવો ઢાબા સ્ટાઇલ બાફલા બાટી

X
કોથમીર ઝીણી સમારી ઉપર ભભરાવો અને લીંબુ નીચોવી મજા લોકોથમીર ઝીણી સમારી ઉપર ભભરાવો અને લીંબુ નીચોવી મજા લો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App