Divya Bhaskar

Home » Recipes » Indian Recipes » Try delicious and Yummy recipe of bhelpuri sandwich for weekend evening snacks

સાંજે ચા-કૉફી સાથે મજા લો ભેળપૂરી સેન્ડવિચની, વીકેન્ડમાં મળશે ચેન્જ

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 10:00 AM

વીકેન્ડની ઇવનિંગમાં તો ચોક્કસથી ઈવનિંગ સ્નેક્સની જરૂર પણ પડે જ

  • Try delicious and Yummy recipe of bhelpuri sandwich for weekend evening snacks
    કઈંક હટકે અને નવું ટ્રાય કરવું હોય તો બનાવો ભેળપૂરી સેન્ડવિચ

    રેસિપિ ડેસ્ક: સાંજે ચા-કૉફી સાથે ઘણા લોકોને નાસ્તાની આદત હોય છે. તેમાં પણ વીકેન્ડની ઇવનિંગમાં તો ચોક્કસથી ઈવનિંગ સ્નેક્સની જરૂર પણ પડે જ. કઈંક હટકે અને નવું ટ્રાય કરવું હોય તો બનાવો ભેળપૂરી સેન્ડવિચ.

    ભેળપૂરી સેન્ડવિચ
    સામગ્રી


    -100 ગ્રામ મમરા
    -1 નંગ ડુંગળી સમારેલી
    -1 નંગ ટામેટું સમારેલું
    -1 નંગ બટાટું બાફીને સમારેલું
    -1 નંગ ગાજરની છીણ
    -1 ટેબલસ્પૂન ફૂદિનો ચટણી
    -મીઠું સ્વાદાનુસાર
    -લીંબુનો રસ સ્વાદાનુસાર
    -કોથમીર
    -સેવ


    ચટણી માટે


    -1 ઝૂડી ફૂદિનો
    -1 ઝૂડી કોથમીર
    -1 થી 2 નંગ લીલા મરચા

    અન્ય સામગ્રી


    -બ્રેડ સ્લાઈસ જરૂર મુજબ


    રીત


    સૌપ્રથમ ફૂદિના ચટણી માટે કોથમીર અને ફૂદિનાને ધોઈને બરાબર સાફ કરી લો. ત્યારબાદ ફૂદિનો, કોથમીર અને લીલા મરચાંને સમારી લો. હવે ચટણી માટેની બધી જ સામગ્રીને મિક્ષર જારમાં લઈને સ્મૂધ અને ફાઈન પેસ્ટ બનાવી લો. જરૂર લાગે તો થોડુક પાણી ઉમેરવુ. મીઠું પણ સ્વાદાનુસાર ઉમેરી લેવુ. હવે આ ચટણીમાંથી થોડીક સાઈડમાં બ્રેડ પર લેયર કરવા માટે કાઢી લો. ત્યારબાદ ભેળ માટેના બધા જ શાકભાજીને ઝીણા સમારી લો. ગાજરને છીણી લો. હવે એક બાઉલમાં ભેળ માટેની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં ફૂદિના ચટણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં સેવ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે સેન્ડવિચ માટેની તૈયારી કરો. જો તમે ઈચ્છો તો બ્રાઉન બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બ્રેડની એક સ્લાઈસ લો. તેના પર ફૂદિનો ચટણી સ્પ્રેડ કરી દો. ત્યાર બાદ તેના પર ભેળ પાથરી દો. હવે બીજી બ્રેડની સ્લાઈસ લઈને તેના પર ઢાંકી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ભેળપૂરી સેન્ડવિચ. જેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    વીકેન્ડ પર બાળકો માટે બનાવો ગળ્યા શક્કરપારા, આખુ વીક ચાલશે લંચબોક્સમાં આપવા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending