Home » Recipes » Indian Recipes » Try delicious and Yummy recipe of Bengoli Shinni for Krishna Prasad

કાનુડાને ભોગ ધરાવો બેંગોલી વાનગી શિન્નીનો, રેસિપિ છે સાવ સરળ

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 11:43 AM

કાનુડાને ભોગ ધરાવવા રોજ અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે

  • Try delicious and Yummy recipe of Bengoli Shinni for Krishna Prasad
    રેસિપિ ખૂબજ સરળ છે અને ફટાફટ બની પણ જશે

    રેસિપિ ડેસ્ક: શિન્ની એ બેંગોલી વાનગી છે. જન્માષ્ટમી નજીક છે અને કાનુડાના હિંડોળા શરૂ થઈ જ ગયા છે, એટલે કાનુડાને ભોગ ધરાવવા રોજ અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. શિન્ની બનાવવાની રેસિપિ ખૂબજ સરળ છે અને ફટાફટ બની પણ જશે.


    શિન્ની
    સામગ્રી


    -1 લીટર કાચું દૂધ
    -4 બરાબર પાકેલા કેળા
    -1 કપ ગોળ કે ખાંડ
    -4 ચમચી ઘઉંનો લોટ
    -1/2 છીણેલું નારિયેળ
    -1 કાપેલું સફરજન
    -10 થી 15 નંગ દ્રાક્ષ
    -10 કિશમિશ
    -10 કાજુ
    -1 ચમચી કપુર
    -1 ચમચી ઇલાયચી પાવડર


    રીત

    સૌથી પહેલા બધા ફળોને સારી રીતે ધોઇ લો અને કાપીને એકબાજુ મૂકી દો. હવે ખાંડ કે ગોળને પાવડરના રૂપમાં પીસી લો. આ ખાંડ કે ગોળને કેળા સાથે બરાબર મિક્સ કરી તેની બારીક પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને દૂધમાં મિક્સ કરો એને એક મોટા વાસણમાં કાઢીને રાખો. દૂધ ન તો વધુ ગરમ હોવું જોઇએ અને ન તો ઠંડુ, ટૂંકમાં તે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઇએ. હવે તેમાં ઘઉંનો લોટ મિક્સ કરો અને હાથથી બરાબર હલાવો. જ્યારે લોટ બરાબર મિક્સ થઇ જાય ત્યાર પછી તેમાં કાપેલા ફળ, સૂકામેવા નાંખીને મિક્સ કરો. અંતમાં તેમાં કપુર અને ઇલાયચી પાવડર નાંખો. તૈયાર છે ડિલિશિયસ શિન્ની.

    વીકેન્ડમાં ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ફાફડા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ