વીકેન્ડમાં ટ્રાય કરો આલુ દમ બિરયાની, ફેમિલી નહીં થાકે વખાણ કરતાં

નોંધી લો રેસિપિ અને તમે પણ ઘરે જ બનાવી ફેમિલીને કરી દો ખુશ
નોંધી લો રેસિપિ અને તમે પણ ઘરે જ બનાવી ફેમિલીને કરી દો ખુશ

divyabhaskar.com

Sep 07, 2018, 01:58 PM IST

રેસિપિ ડેસ્ક: વીકેન્ડમાં કઈંક નવું બનાવવાની અને ખાવાની બન્ને ઈચ્છા થતી જ હોય છે બધાંને. આ સીઝનમાં બહારનું ખાવાથી તબીયત ખરાબ થઈ શકે છે એટલે ઘરે જ કઈંક નવું બનાવવું વધારે યોગ્ય રહે છે. આજે અમે લાવ્યા છીએ આલુ દમ બિરયાનીની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ ઘરે જ બનાવી ફેમિલીને કરી દો ખુશ.


આલુ દમ બિરયાની
સામગ્રી


એક કપ બાસમતી ચોખા
ત્રણ-ચાર ટેબલસ્પૂન ઘી
12 નાનાં બટાકાં
બે તેજ પત્તાં
બે તજના ટુકડા
બે નાની ઈલાયચી
સ્વાદ અનુસાર ઘી
એક ચમચી ઘી (ભાતમાં નાખવા)


મસાલા માટે


અડધી ચમચી જીરું
એક મોટી ઈલાયચી
ચાર લવિંગ
છ-સાત કાળામરી
બે લીલાં મરચાંના મોટા ટુકડા
અડધો ઈંચ આદુની લાંબી કતરણ
બે ટામેટાં ઝીણાં સમારેલાં
અડધો કપ દહીં
અડધી ચમચી લાલ મરચું
અડધી ચમચી ધાણાજીરું
અડધી ચમચી હળદર
પા ચમચી ગરમ મસાલો
પા કપ દૂધ
15-20 કેસરના તાંતણા
સ્વાદ અનુસાર મીઠું
કોથમીર
ફુદિનાનાં પાન

રીત


સૌપ્રથમ એક લિટર પાણી ગરમ કરવા મૂકો. એક કપ બાસમતી ચોખાને ધોઇને અડધો કલાક પલાળી રાખવા. પાણી ઉકળી જાય એટલે ચોખામાંથી વધારાનું પાણી નીતારી લેવું. પાણી ઉકળવા લાગે એટલે અંદર ચોખા નાખો. અંદર બે તેજપત્તાં, બે તજના ટુકડા, બે નાની ઈલાયચીના દાણા, એક ચમચી મીઠું અને એક ચમચી નાખી હલાવી દો. ઢાંકીને ચડવા દો. ચોખાને માત્ર 5 મિનિટ જ ચડવવા. ચોખા ચઢી જાય એટલે તેમાંથી પાણી નીતારી લેવું અને ઠરવા દેવા.


આ દરમિયાન એક કડાઇમાં ત્રણ-ચાર ટેબલસ્પૂન ઘી નાખી ગેસ ચાલું કરો. આ દરમિયાન છોલીને પલાળેલાં બટાકાંને બહાર કાઢી કપડાથી લૂછી લો. ઘી ગરમ થઈ જાય એટલે અંદર તળવા માટે બટાકાં નાખો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. બટાકાં ચડી જાય એટલે ઘીમાંથી કાઢીને પ્લેટમાં લઈ લો.


હવે બિરયાની માટે મસાલો તૈયાર કરો. ઘીમાં જીરું અને એક મોટી ઈલાયચીના દાણા નાખો. ત્યારબાદ અંદર લવિંગ અને કાળામરી નાખી ચડવા દો. ત્યારબાદ અંડર અડધા ઈંચ આદુની પાતળી કતરણ અને મરચાંના ટૂકડા નાખો. થોડું ચઢવા દો. મસાલા ચઢી જાય એટલે અંદર બે ઝીણાં સમારેલાં ટામેટાં નાખી એક-બે મિનિટ ચડવા દો. આ દરમિયાન અડધા કપ દહીંને ફેંટી લો. ત્યારબાદ દહીમાં અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર અને પા ચમચી ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો.


પા કપ દૂધમાં 15-20 કેસરના તાંતણા નાખી એકબાજુ મૂકી દો.


ટામેટાં ચઢી જાય એટલે ગેસ બંધ કરીને મસાલો ઠંડો થવા દો. મસાલો ઠંડો થઈ જાય એટલે અંદર દહીં નાખી ગેસ ચાલું કરો. ત્યારબાદ હલાવતા રહેવું અને ઘી છૂટું પડે ત્યાં સુધી ચઢવવું. ઘી છૂટું પડે એટલે અંદર બટાકાં નાખો. ત્યારબાદ અંદર પા ચમચી મીઠું, ઝીણી સમારેલી કોથમીર અને થોડાં ફુદીનાનાં પાન તોડીને નાખો. એક-બે મિનિટ હલાવીને ચડવા દો ત્યારબાદ અંદર અડધો કપ પાણી નાખી ઉકળવા લાગે ત્યાં સુધી ચઢવા દો. ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી દો.


હવે બિરયાનીને દમ આપશું. આ માટે કૂકરને ગેસ પર ગરમ કરવા મૂકો. ગેસ ધીમો રાખવો. કૂકરમાં અડધો બટાકાવાળો મસાલો નાખો. ત્યારબાદ ઉપર અડધા ભાત પાથરો. ત્યારબાદ ઉપર બાકીનાં બટાકાંનો મસાલો પાથરો. ત્યારબાદ ઉપર કેસરનું દૂધ નાખો. ઉપર થોડી લીલી કોથમીર અને થોડાં ફુદિનાનાં પાન તોડીને નાખો. ત્યારબાદ ઉપર બાકીના ભાત પાથરી કૂકર બંધ કરી દો. ધીમા ગેસ પર 15 મિનિટ સુધી બિરયાનીને દમ આપો. ત્યારબાદ ગેસ બંધ કરી 10 મિનિટ બાદ બિરયાનીને થોડી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી દહીં, ચટણી કે રાયતા સાથે સર્વ કરો.

બટાકાનાં ભજીયાં માટે બનાવો તળ્યા વગર, ડાયટ માટે રહેશે બેસ્ટ

X
નોંધી લો રેસિપિ અને તમે પણ ઘરે જ બનાવી ફેમિલીને કરી દો ખુશનોંધી લો રેસિપિ અને તમે પણ ઘરે જ બનાવી ફેમિલીને કરી દો ખુશ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી