વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી-ટેસ્ટી કબાબ, ચા સાથે ખાશે બધાં હોંશે-હોંશે

વધેલી રોટલીને વઘારવાની જગ્યાએ બનાવો કબાબ, ખાશે નાનાંથી મોટાં બધાં જ

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 10:00 AM
તળાઇ જાય એટલે પ્લેટમાં કાઢી ચટણી, દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો
તળાઇ જાય એટલે પ્લેટમાં કાઢી ચટણી, દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો

રેસિપિ ડેસ્ક: દરેકના ઘરમાં થોડી-ઘણી રોટલી તો વધતી જ હોય છે. દર વખતે રોટલીને વઘારીને ખાવી કે શેકીને ખાવી ન ગમે એટલે આપણે ફેંકી દેતા હોઇએ છીએ. પરંતુ આ જ રોટલીમાંથી ટેસ્ટી-ટેસ્ટી કબાબ બનાવીએ તો, બધાં હોંશે-હોંશે ખાય. તો નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

વધેલી રોટલીનાં કબાબ
સામગ્રી


ચાર-પાંચ રોટલી
પાંચ બાફેલાં બટાકાં
એક મોટી ચમચી દહીં
સ્વાદ અનુસાર મીઠું
એક ચમચી મરચું
દોઢ ચમચી ચાટ મસાલો
તળવા માટે તેલ


રીત

સૌપ્રથમ રાતની વધેલી રોટલી લેવી. રોટલી તાજી હોય તો પંખા નીચે થોડી સૂકવી લેવી, ત્યારબાદ તેના ટુકડા કરી મિક્સરના ઝારમાં દળી લો. અંદર કોઇ મોટા ટુકડા રહી જાય તો બહાર કાઢી લેવા. ત્યારબાદ અંદર બાફેલાં બટાકાંને હાથથી મેશ કરી નાખો. ત્યારબાદ અંદર દહીં, મીઠું, મરચું અને ચાટ મસાલો નાખી મસળો. લગભગ 5 મિનિટ સુધી બરાબર મસળતા જાઓ એટલે બટાકામાંથી પાણી છૂટશે એ રોટલીમાં બરાબર મિક્સ થઈ જશે. ત્યારબાદ તેમાંથી નાનાં-નાનાં કબાબ કે વડાં બનાવી લો.


હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે મિડિયમ ફ્લેમ પર બધાં જ કબાબ તળવા મૂકો. કબાબ એકબીજા સાથે ચોંટશે નહીં, એટલે કડાઇમાં સમાય એટલાં કબાબ એકસાથે જ તળી લેવા. કબાબ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાં. તળાઇ જાય એટલે પ્લેટમાં કાઢી ચટણી, દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

શ્રાવણ મહિનાના ઉપવાસમાં રોજ માણો અવનવી ફરાળી વાનગીઓ, આજે બનાવો વડાચાટ

X
તળાઇ જાય એટલે પ્લેટમાં કાઢી ચટણી, દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરોતળાઇ જાય એટલે પ્લેટમાં કાઢી ચટણી, દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App