નાનકડી ફેમિલી પાર્ટીમાં મહેમાનોને સર્વ કરો ફ્રાઇડ આઇસક્રીમ

પાર્ટીમાં બધાંને ખુશ કરી દેવાં હોય તો, બનાવો ફ્રાઇડ આઇસ્ક્રીમ

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 11:40 AM
ચોક્કસથી બધાં થાકશે નહીં વખાણ
ચોક્કસથી બધાં થાકશે નહીં વખાણ

રેસિપિ ડેસ્ક: વીકેન્ડમાં ઘણા લોકોના ઘરે નાની-નાની ફેમિલી પાર્ટી કે કીટી પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે. પાર્ટીમાં બધાંને ખુશ કરી દેવાં હોય તો, બનાવો ફ્રાઇડ આઇસ્ક્રીમ, ચોક્કસથી બધાં થાકશે નહીં વખાણ કરતાં.


ફ્રાઇડ આઇસક્રીમ
સામગ્રી


- સ્વાદ અનુસાર તેલ
- એક ચેરી સજાવટ માટે
- બે કપ કોર્નફ્લેક્સ, ટુકડા કરેલું
- બે કપ ચોકલેટ કપ કેક
- ત્રણ મોટા ચમચા મેંદો
- બે સ્કૂપ વેનિલા આઇસક્રીમ


રીત


આઇસ્ક્રીમના સ્કૂપ બોલ્સ બનાવો અને તેને ત્રણ કલાક સુધી ફ્રિઝરમાં રાખો, મેંદામાં પાણી મિક્સ કરો અને તેનું ખીરું બનાવો. કેકનો ચૂરો કરો અને તેમાં કોર્નફ્લેક્સનો ચૂરો મિક્સ કરો. આઇસક્રીમ સ્કૂપને કેકના ચૂરાથી કવર કરો અને ફ્રિઝરમાં બે કલાક સુધી રાખો. આ આઇસક્રીમ સ્કૂપ્સને મેંદાના ખીરામાં ડુબાડો અને સાથે તેને સારી રીતે કવર કરીને ફ્રિઝમાં બે કલાક સેટ થવા રાખો. તૈયાર આઇસક્રીમ બોલ્સને ગરમ તેલમાં ડિપ ફ્રાય કરો અને સાથે ફ્રાઇડ આઇસક્રીમને કાપી લો. તેને ચોકલેટ સોસ અને ચેરીની સાથે સજાવીને સર્વ કરો.


(રેસિપિ સૌજન્ય: સુનીતા દિનાની, શેફ અને ફૂડ એક્સપર્ટ)

ઘરે જ બનાવો બજાર જેવા ચણા જોર ગરમ, નાસ્તા માટે રહેશે બેસ્ટ

X
ચોક્કસથી બધાં થાકશે નહીં વખાણ ચોક્કસથી બધાં થાકશે નહીં વખાણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App