વીકેન્ડના બ્રેકફાસ્ટ માટે બનાવો ક્રિસ્પી બટાકા પૂરી, થઈ જશે બધાં ખુશ

અથાણું, ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસો
અથાણું, ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસો

divyabhaskar.com

Sep 08, 2018, 10:39 AM IST

રેસિપિ ડેસ્ક: વીકેન્ડમાં બ્રેકફાસ્ટ માટે ઘરમાં બધાંની અવનવી ફરમાઇશ રહેતી જ હોય છે. આજે આ માટે અમે લાવ્યા છીએ બટાકા પૂરીની રેસિપિ. નાનાંથી મોટાં બધાંને ભાવશે અને અને રેસિપિ પણ ખૂબજ સરળ છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

ક્રિસ્પી બટાકા પૂરી
સામગ્રી

એક કપ લોટ
પા કપ સોજી
એક ટુકડો આદુ
3 લીલાં મરચાં
બે બાફેલાં બટાકાં
એક ટેબલસ્પૂન લીલી કોથમીર
ચપટી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
પા ચમચી જીરું
અડધી ચમચી લાલ મરચું
પા ચમચી હળદર
પા ચમચી અજમો
અડધી ચમચી શેકેલી વરિયાળી
પા ચમચી ચીલી ફ્લેક્સ
એક ટેબલસ્પૂન ઘી
તળવા માટે ઘી


રીત


હવે એક બાઉલમાં ઘઉંનો લોટ અને સોજી લો. ત્યારબાદ બટાકાને છોલીને બરાબર મસળી લો. ત્યારબાદ અંદર આદુને છીણી લો. મરચાંને ઝીણાં સમારીને નાખો. ત્યારબાદ અંદર ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, પા ચમચી જીરું, અડધી ચમચી લાલ મરચું, પા ચમચી હળદર, પા ચમચી અજમો, અડધી ચમચી શેકેલી વરિયાળી, પા ચમચી ચીલી ફ્લેક્સ, કોથમીર, એક ટેબલસ્પૂન દેશી ઘી નાખી બરાબર મિક્સ કરો. જેમ-જેમ મસળતા જશો તેમ-તેમ બટાકું પાણી છોડશે. લોટમાં પાણીની જરૂર નથી. મસળી-મસળીને કડક લોટ બાંધવો. લોટમાં ક્રેક લાગે તો માત્ર એક ટેબલસ્પૂન પાણી નાખવું.


ત્યારબાદ લોટ બરાબર મસળીને સોફ્ટ થઈ જાય એટલે ઉપર થોડું તેલ લગાવીને થોડા ભીના કપડાથી ઢાંકીને 15 મિનિટ માટે સેટ થવા મૂકી દો. 15 મિનિટ બાદ કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. આ દરમિયાન હાથમાં થોડું તેલ લગાવી નાના-નાના લુઆ બનાવો. ત્યારબાદ ઓરસિયા અને વેલણ બન્ને પર તેલ લગાવી હળવા હાથે બધી પૂરીઓ વણી લો. પૂરી વણવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઇએ. ત્યારબાદ મિડિયમ ફ્લેમ પર ગેસ કરી પૂરીને ઝારાથી દબાવી-દબાવીને ફૂલાવવી અને ઉપર ઝારાથી ગરમ તેલ નાખતા રહેવું. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન તળવી. બધી જ પૂરી તળાઇ જાય એટલે અથાણું, ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસો.

બનાવો સૂકા નારિયેળની ચટણી, 2-3 મહિના સાથે મહિના સુધી મજા માણી સકશો થેપલા-પરાઠા સાથે

X
અથાણું, ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસોઅથાણું, ચટણી કે ગરમા-ગરમ ચા-કૉફી સાથે પીરસો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી