વીકેન્ડમાં બાળકો માટે બનાવો ચીઝી વેજિટેબલ બોલ, થઈ જશે ખુશ

વીકેન્ડમાં બાળકો ઘરે હોય એટલે અવનવી વાનગીઓની ડિમાન્ડ કરતાં જ રહે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:00 AM
Try delicious and Yummy Cheesy Vegetable Balls for kids

રેસિપિ ડેસ્ક: વીકેન્ડમાં બાળકો ઘરે હોય એટલે અવનવી વાનગીઓની ડિમાન્ડ કરતાં જ રહે. આ સીઝનમાં બહારનું ખાવું હેલ્થ માટે યોગ્ય નથી, માટે ઘરે જ અવનવી વાનગીઓ બનાવીને આપીએ તો બાળકો પણ ખુશ અને મમ્મી પણ. આજે અમે લાવ્યા છીએ ચીઝી વેજિટેબલ બોલની રેસિપિ, ઘરે બનાવી બાળકોને કરી દો ખુશ.

ચીઝી વેજિટેબલ બોલ
સામગ્રી


સીંગ
-બે બાફીને મેશ કરેલા બટાકા
-એક ગાજરની છીણ
-અડધો કપ બાફીને મેશ કરેલા વટાણા
-બે લીલા મરચાંની પેસ્ટ
-અડધી ટીસ્પૂન ચાટ મસાલો
-દોઢ ટીસ્પૂન શેકેલા સીંગદાણાનો પાઉડર
-ત્રણ સ્લાઈસ બ્રાઉન બ્રેડની
-દોઢ ટીસ્પૂન કોથમીર સમારેલી
-ત્રણ ટીસ્પૂન ગ્રેટેડ ચીઝ
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ જરૂર મુજબ


કોટિંગ માટે


-અડધો કપ ચણાનો લોટ
-મીઠું સ્વાદ અનુસાર
-બ્રેડ ક્રમ્બ્સ જરૂર મુજબ


રીત


સૌપ્રથમ બ્રેડની સ્લાઈસને પાણીમાં ડુબાડીને તૈયારીમાં કાઢી લો. ત્યારબાદ તેને હાથથી જ ભૂકો કરી લો. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં બટાકા, વટાણા, ગાજર, બ્રાઉન બ્રેડ, ગ્રેટેડ ચીઝ, ચાટ મસાલો, લીલા મરચાંની પેસ્ટ, સીંગદાણાનો ભૂકો, મીઠું અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાંથી લીંબુ આકારના બોલ બનાવી લો. હવે બીજા એક નાના મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ, મીઠું અને બ્રેડ ક્રમ્બ્સ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા બોલને ખીરામાં ડુબાડીને લાઈટ ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો. હા આ વેજ બોલને ધીમા તાપે જ ફ્રાય કરજો. જેથી તે બરાબર ચઢી જાય અને બળે નહીં. ગરમા-ગરમ બોલને પેપર નેપકિન પર મૂકીને તૈયારીમાં બચ્ચાઓને સર્વ કરો. જો તમે ઈચ્છો તો તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી શકો છો.

વીકેન્ડના બ્રેકફાસ્ટ માટે બનાવો ક્રિસ્પી બટાકા પૂરી, થઈ જશે બધાં ખુશ

X
Try delicious and Yummy Cheesy Vegetable Balls for kids
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App