Home » Recipes » Indian Recipes » Try delicious and very yummy Red chilly Stuffed Pickle recipe

શિયાળામાં એક અલગ જ મજા છે લાલ મરચાંનું અથાણું ખાવાની, સ્ટોર કરી સકાશે મહિનાઓ સુધી

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 12:14 PM

શિયાળામાં માર્કેટમાં લાલ મરચાં પણ સરસ મળે છે અને તેનું અથાણું ખૂબજ ટેસ્ટી લાગે છે

  • Try delicious and very yummy Red chilly Stuffed Pickle recipe
    અથાણામાં વિનેગરના ઉપયોગથી લાંબા સમય સુધી બગડશે પણ નહીં

    રેસિપિ ડેસ્ક: શિયાળામાં તીખી વાનગીઓ ખાવાની મજા જ અલગ છે. શિયાળામાં માર્કેટમાં લાલ મરચાં પણ સરસ મળે છે અને તેનું અથાણું ખૂબજ ટેસ્ટી લાગે છે. લાલ મરચાનું આ અથાણું બનાવવાની રેસિપિ એકદમ સરળ છે જ્યારે સ્વાદ એકદમ અદભુત છે. બધુમાં આ અથાણું મહિનાઓ સુધી બગડતું પણ નથી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


    લાલ મરચાનું ભરવા અથાણું
    સામગ્રી


    500 ગ્રામ તાજાં લાલ મરચાં
    બે ટેબલસ્પૂન મેથી દાણા
    બે ચમચી જીરું
    ત્રણ ટેબલસ્પૂન રાઇ
    બે ટેબલસ્પૂન મોટી વરિયાળી
    એક ચમચી કલોંજી
    એક કપ સરસોનું તેલ
    એક ચમચી કાળામરી પાવડર
    એક ચમચી હળદર
    ત્રણ ચમચી મીઠું
    પાંચ ચમચી આમચૂર પાવડર
    એક ટેબલસ્પૂન વિનેગર

    રીત


    સૌપ્રથમ મરચાંને બરાબર ધોઇને સરખી રીતે લૂછ્યા બાદ સૂકવી લો. અંદર જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઇએ. ત્યારબાદ બધાં જ મરચાંનાં ડીંટાં છૂટાં પાડી વચ્ચે સ્ટફિંગ ભરવા માટે ઊભો કાપો કરી લો.


    હવે એક પેન ગરમ કરી અંદર મેથી, રાઇ અને જીરું લો. બધાંને અધકચરાં શેક્યા બાદ અંદર વરિયાળી અને કલોંજી એડ કરો અને બધું જ સાથે શેકી લો. ત્યારબાદ આ મસાલાને ઠંડો કરી મિક્સર કે ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લો. ત્યારબાદ આ મસાલામાં કાળામરી પાવડર, હળદર, મીઠું અને આમચૂર પાવડર એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો.


    ત્યારબાદ એક પેનમાં સરસોનું તેલ ગરમ કરો. તેલમાંથી ધુમાડો નીકળવા લાગે ત્યાં સુધી હાઇ ફ્લેમ પર ગરમ કરવું, જેથી કડવાશ દૂર થઈ જાય. ત્યારબાદ તેલને ઠંડુ કરો. તેલ ઠંડુ થઈ જાય એટલે અંદરથી એકથી દોઢ ટેબલસ્પૂન તેલ મસાલામાં નાખો અને મસાલો બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મસાલાને ધીરે-ધીરે બધાં જ મરચાંમાં ભરીને મરચાં પેક કરી લો.


    હવે પહેલાંથી ધોઇને બરાબર સુકવી રાખેલ કાચની બરણીમાં આ મરચાં ભરી લો. ત્યારબાદ તેલમાં એક ટેબલસ્પૂન વિનેગર મિક્સ કરી બરણીમાં તેલ રેડી દો. ત્યારબાદ આ બરણીને બંધ કરી તડકામાં મૂકી દો. અથાણાની બરણીને 5 દિવસ સુધી તડકામાં મૂકો. ત્યારબાદ તેને ઘરના નોર્મલ ટેમ્પરેચરમાં એક અઠવાડિયા સુધી એમજ મૂકી રાખ્યા બાદ ખાવાના ઉપયોગમાં લો.


    ખૂબજ ટેસ્ટી લાગશે આ અથાણું. આ અથાણામાં વિનેગરના ઉપયોગથી લાંબા સમય સુધી બગડશે પણ નહીં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ