કારેલાનું શાક જોઇ બાળકો મોં બગાડતાં હોય તો બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયાં

divyabhaskar.com

Dec 07, 2018, 04:11 PM IST
કારેલાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક હોય છે
કારેલાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક હોય છે

રેસિપિ ડેસ્ક: કારેલાંનું શાક બાળકોની સાથે ઘણાં મોટાં લોકોને પણ નથી ભાવતું. કારેલાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક હોય છે. એટલે જ આજે અમે લાવ્યા છીએ કારેલાની એક એવી રેસિપિ, જે મોટાંથી નાનાં બધાંને ચોક્કસથી ભાવશે. આજે અમે લાવ્યા છીએ કારેલાંનાં ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયાંની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

કારેલાનાં ભજીયાં
સામગ્રી


એક લાંબુ કારેલું
પચાસ ગ્રામ બેસન
પા ચમચી હળદર
પા ચમચી લાલ મરચું
પા ચમચી ધાણાજીરું
પા ચમચી જીરું પાવડર
સ્વાદ અનુસાર મીઠું
તળવા માટે તેલ
અડધી ચમચી ચાટ મસાલો


રીત


સૌપ્રથમ કારેલાને છોલીને પાતળી-પાતળી ચિપ્સ કાપી લો. ત્યારબાદ એક બાઉલમાં આ કારેલાની ચિપ્સ લો. ત્યારબાદ અંદર થોડું મીઠું અને પાણી નાખી બે મિનિટ એમજ રહેવા દો. ત્યારબાદ આ પાણીમાંથી કારેલાને નીતારીને એક ટૉવેલ કે કિચન પેપર પર મૂકો, જેથી એક્ટ્રા પાણી શોષાઇ જાય.


હવે એક બીજા બાઉલમાં બેસન લો. અંદર હળદર, મરચું, ધાણાજીરું, જીરું પાવડર અને મીઠું નાખો અને મિક્સ કરી દો. ત્યારબાદ અંદર કારેલાના પીસ નાખી મિક્સ કરી દો. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે એક-એક પીસ કાઢી તળો. ભજીયાં બ્રાઉન અને ક્રિપી થાય એટલે કાઢી લેવાં. તળી લીધા બાદ ઉપર થોડો ચાટ મસાલો નાખો.


તૈયાર છે કારેલાંનાં ક્રિપી અને ટેસ્ટી ભજીયાં. ડુંગળી, ચટણી અને ચા સાથે મજા લો.

શિયાળામાં આઇસ્ક્રિમ ખાવાની છે એક અલગ જ મજા, બની જશે માત્ર 10 જ મિનિટમાં

X
કારેલાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક હોય છેકારેલાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક હોય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી