રાયતું / રેસિપી: શરીર માટે ખુબ ગુણકારી બનાના સ્ટીમ રાયતું, થોડીવારમાં જ તૈયાર થઇ જશે

Try delicious and very healthy recipe of Banana steam Raita

divyabhaskar.com

Feb 06, 2019, 12:39 PM IST

રેસિપી ડેસ્ક: કેળું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળામાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. કેળામાંથી જ બનતું આ બનાના સ્ટીમ રાયતું પાચન સુધારવામાં, પથરી દૂર કરવામાં, વજન અને કોલેસ્ટ્રોલ ઘટાડવા અને બીપીને કંટ્રોલ કરવા તેમજ ગેસ અને એસીડીટીને સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે. આવા હેલ્ધી સ્ટીમ રાયતાની રેસિપી બહુ સરળ છે અને એને બનાવતાં વધારે વાર પણ નહીં લાગે.

બનાના સ્ટીમ રાયતું

સામગ્રી


અડધો કપ છાસમાં બાફેલું કેળું
પા કપ છીણેલું તાજુ નારિયેળ
અડધો કપ દહીં
એક ટેબલસ્પૂન મીઠાં લીમડાનાં પાન
એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી લીલી કોથમીર
એક ઝીણું સમારેલું લીલું મરચું
એક ઈંચ આદુનો ટુકડો (ઝીણું સમારી લેવું)
એક સૂકું લાલ મરચું
અડધી ચમચી જીરું
પા ચમચી રાઇ
ચપટી હિંગ
જરૂર મુજબ સંચળ
એક ચમચી ખાવાનું કોપરેલ
જરૂર મુજબ પાણી


રીત

મોટા મિક્સર જારમાં કેળું, નારિયેળ, લીલું મરચું, આદુ, દહીં, સંચળ અને જીરું નાખી ક્રશ કરી લો. ત્યારબાદ એક બાઉલમાં લઈ લો. હવે વઘારિયામાં કોકોનેટ ઓઇલ લો અને ગરમ કરો. ગરમ થઈ જાય એટલે અંદર હિંગ, રાઇ, લાલ મરચું અને મીઠો લીમડો નાખો. તતડી જાય એટલે કેળાની પેસ્ટ પર રેડી મિક્સ કરી દો અને સર્વ કરો.

X
Try delicious and very healthy recipe of Banana steam Raita
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી