Khajoor Tametanu shak / કઈંક નવું જ ખાવું હોય અને તે પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી તો ટ્રાય કરો ખજૂર ટામેટાંનું શાક

3-4 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ રોટલી સાથે સર્વ કરો
3-4 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ રોટલી સાથે સર્વ કરો

divyabhaskar.com

Dec 28, 2018, 11:02 AM IST

રેસિપિ ડેસ્ક: ઘણીવાર એવું થતું હોય છે કે, કઈંક નવું જ ખાવાનું ઇચ્છા થાય અને તે પણ ખૂબજ ટેસ્ટી હોય અને હેલ્ધી પણ, તો આજે અમે લાવ્યા છીએ એક આવી જ રેસિપિ. આમે લાવ્યા છીએ ખજૂર ટામેટાંના શાકની રેસિપિ. ખજૂર અને ટામેટાં બંને હેલ્થ માટે બહુ ફાયદાકારક રહે છે, એટલે જ તેનું શાક પણ એટલું જ ટેસ્ટી રહેશે. નોંધી લો રેસિપિ અને ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે ટ્રાય કરો આજે જ.

ખજૂર ટામેટાંનું શાક
સામગ્રી


એક કપ ઝીણી સમારેલી ખજૂર
એક કપ ઝીણાં સમારેલાં ટામેટાં
અઢી ચમચી ઘી
અડધી ચમચી જીરું
અડધી ચમચી આખા ધાણા
એક ચપટી હિંગ
એક ચમચી આદુની પેસ્ટ
અડધી ચમચી લાલ મરચું
સ્વાદ અનુસાર મીઠું
ઝીણી સમારેલું કોથમીર


રીત


એક પેનમાં ઘી ગરમ કરો. ત્યારબાદ અંદર જીરું નાખી તતડાચો, જીરું તતડી જાય એટલે અંદર અડધી ચમચી ધાણા નાખો અને ચમચાથી હલાવીને હિંગ નાખો. મસાલા બરાબર હલાવી ટામેટાં નાખો અને ચમચાથી બરાબર મિક્સ કરી લો. ટામેટાં સોફ્ટ પડી જાય એટલે અંદર આદુની પેસ્ટ, લાલ મરચું અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. ટામેટાંમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે અંદર ખજૂરના ટુકડા નાખી મિક્સ કરી દો. ત્યારબાદ ઢાંકીને 3-4 મિનિટ માટે ધીમી આંચે ચઢવા દો. શાકને વધારે પડતું ન ચઢવા દેવું, જેથી ચટણી બની જાય.


3-4 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ રોટલી સાથે સર્વ કરો.

X
3-4 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ રોટલી સાથે સર્વ કરો3-4 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ રોટલી સાથે સર્વ કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી