Divya Bhaskar

Home » Recipes » Indian Recipes » Try delicious and quick recipe of Petha Ladoo for Rakshabandhan

રક્ષાબંધને ભાઇનું મોં મીઠું કરાવો આગ્રાના ફેમસ પેઠાના લાડુથી

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 02:22 PM

ફટાફટ બની જતા આ પેઠાના લાડુની રેસિપિ પણ છે સાવ સરળ

  • Try delicious and quick recipe of Petha Ladoo for Rakshabandhan
    આ લાડુને ફ્રિજમાં રાખીને 8-10 દિવસ સુધી ખાઇ શકાય છે

    રેસિપિ ડેસ્ક: 26-ઑગષ્ટ, રવિવારના રોજ રક્ષાબંધન છે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધી મોં મીઠું કરાવે છે. બહેનોને આ દિવસે પોતાના હાથે બનાવેલી મિઠાઇથી ભાઇનું મોં મીઠું કરાવવાનો બહુ હરખ હોય છે. ભાઇનું મોં કોઇક નવી જ મિઠાઇથી મીઠું કરાવવું હોય તો બનાવો પેઠાના લાડું. પેઠા આગ્રાની ફેમસ વાનગી છે. આ પેઠામાંથી બનતી અવનવી વાનગીઓમાં લાડુ ખૂબજ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય


    પેઠાના લાડુ
    સામગ્રી

    200 ગ્રામ પેઠા
    200 ગ્રામ માવો (એક કપ)
    4-5 લીલી ઈલાયચી
    10-12 પિસ્તા
    10-12 કાજુ
    ત્રીજા ભાગનો કપ કોપરાનો પાવડર


    રીત


    પેઠાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ માવાને થોડો શેકી લેવો. કડાઇમાં સતત હલાવતા રહેવું. ગેસ ધીમો રાખવો. માવાનો કલર થોડો બદલાય અને ઘી અલગ પડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો અને મોટા બાઉલમાં કાઢી લેવો.


    ત્યારબાદ પેઠાને છીણી લો. કાજુ અને પિસ્તાની ઝીણી કતરણ બનાવી દો અને ઇલાયચીને ફોલીને ખાંડી લો. માવો થોડો ઠંડો થઈ જાય એટલે બધી જ વસ્તુઓ મિક્સ કરી દો. પિસ્તાની થોડી કતરણ અલગ રાખવી ગાર્નિશ કરવા.


    બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે લાડુ બનાવો અને કોપરાના પાવડરમાં રગદોળી લો. આજ રીતે બધા જ લાડુ બનાવી ઉપર થોડી-થોડી પિસ્તાની કતરણ લગાવી ગાર્નિશ કરો. તૈયાર છે પેઠાના ખૂબજ ટેસ્ટી લાડુ.


    આ લાડુને ફ્રિજમાં રાખીને 8-10 દિવસ સુધી ખાઇ શકાય છે.

    ઉપવાસ માટે બનાવો સાબુદાણાની ઈન્સ્ટન્ટ ચકરી, ચાલશે એક મહિનો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending