શિયાળામાં ચોક્કસથી મજા માણો પંજાબી પિન્ની લાડુ, એકવાર બનાવો, ચાલશે આખો શિયાળો

શિયાળામાં અલગ-અલગ વસાણાં અને ડ્રાયફ્રુટ્સ ખાવાનું ખૂબજ મહત્વ છે

divyabhaskar.com | Updated - Dec 04, 2018, 02:48 PM
લાડુ એકદમ ઠંડા થઈ જાય એટલે કોઇ
લાડુ એકદમ ઠંડા થઈ જાય એટલે કોઇ

રેસિપિ ડેસ્ક: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં અલગ-અલગ વસાણાં અને ડ્રાયફ્રુટ્સ ખાવાનું ખૂબજ મહત્વ છે. કહેવાય છે કે શિયાળામાં ખાધેલું આખું વર્ષ ચાલે છે. શિયાળામાં પાચનતંત્ર સૌથી સારું કામ કરે છે. એટલે જ આજે અમે લાવ્યા છીએ પંજાબી પિન્ની લાડુની રેસિપિ. રેસિપિ સાવ સરળ છે, બનાવતાં વધુ વાર નહીં લાગે અને એકવાર બનાવ્યા બાદ ચાલશે આખો શિયાળો.

પંજાબી પિન્ની લાડુ
સામગ્રી


બે કપ ઘઉંનો લોટ
બે કપ બુરૂ ખાંડ
સવા કપ ઘી
અડધો કપ બદામ
અડધો કપ કાજુ
અડધો કપ સૂકું કોપરું
અડધો કપ શક્કરટેટીનાં બીજ
પા કપ ખાવાનો ગુંદ
એક ચમચી ગ્રીન ઈલાયચી પાવડર


રીત


સૌપ્રથમ ગેસ પર કઢાઇ ચઢાવી અડધો કપ ઘી લો. ઘી મિડિયમ ગરમ કરી અંદર ગુંદ નાખો અને સ્લો ટુ મિડિયમ ફ્લેમ પર તળી લો. ગુંદ બરાબર ફૂલી જાય અને લાઇટ બ્રાઉન થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ આ ઘીમાં મિડિયમ આંચ પર તળી લો. થોડો કલર બદલાઇ જાય એટલે પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ઘીમાં ટુકડા કાજુ તળી લો. થોડો કલર બદલાઇ જાય એટલે પ્લેટમાં લઈ લો. ત્યારબાદ એક ફ્રાય પેનમાં શક્કરટેટીનાં બીજ શેકી લો. થોડો કલર બદલાઇ જાય અને ચટ-ચટનો અવાજ આવવા લાગે એટલે પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ નારિયેળની છીણને પણ શેકી લો.


ત્યારબાદ જે ઘીમાં ડ્રાયફ્રુટ્સ અને ગુંદ તળ્યાં હતાં તેને ગળીને ફ્રાય પેનમાં લો. અંદર બીજુ અડધો કપ ઘી લો. ઘી ગરમ થઈ જાય એટલે અંદર ઘઉંનો લોટ લો. મિડિયમ આંચ પર લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ઘી થોડું ઓછું લાગે તો એડ કરી લેવું. લોટનો કલર ડાર્ક થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરવી અને સતત હલાવતા રહેવું થોડીવાર, જેથી ગરમ પેનમાં લોટ ચોંટે નહીં.


ત્યારબાદ ગુંદને અધકચરો વાટી લો. આજ રીતે કાજુ અને બદામને પણ વાટી લો. થોડાં કાજુ સજાવટ માટે અલગ કાઢી લેવાં. મિક્સરમાં પણ અધકચરાં ક્રશ કરી શકાય. ત્યારબાદ એક બાઉલમાં ડ્રાયફ્રુટ્સ, ગુંદ, નરિયેળ, શક્કરટેટીનાં બીજ, લોટ અને બુરૂ ખાંડ એડ કરો અને મિક્સ કરો. લોટ થોડો ગરમ હોવો જોઇએ. મિક્સર થોડું કોરું લાગે તો અંદર વધેલું ઘી એડ કરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ અંદર ઇલાયચી પાવડર નાખી બે હાથથી મસળીને મિક્સ કરો.


મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે હાથથી નાના-નાના લાડુ એટલે કે પિન્ની બનાવીને તૈયાર કરો. દરેક લાડૂ પર એક-એક કાજુનો ટુકડો લગાવી દો.


- ડ્રાયફ્રુટ્સને વધારે ન તળવાં.
- લોટને સતત હલાવી-હલાવીને શેકવો.
- લાડુ એકદમ ઠંડા થઈ જાય એટલે કોઇપણ ડબ્બામાં ભરી લો અને ત્રણ-ચાર મહિના સુધી મજા લો.

બટાકા-ટામેટાનું શાક બનાવો એક નવી જ રીતથી, નહીં થાકે બધાં વખાણ કરતાં

X
લાડુ એકદમ ઠંડા થઈ જાય એટલે કોઇલાડુ એકદમ ઠંડા થઈ જાય એટલે કોઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App