માત્ર અડધી ચમચી તેલમાંથી બનાવો પૌવાનો હેલ્ધી નાસ્તો

બાળકોને લંચબોક્સમાં શું આપવું એ ટેન્શન દરેક ગૃહિણીને હોય છે

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 02:12 PM
હેશ બ્રાઉન પૌવા ચટણી, દહીં કે ચીઝ ડિપ સાથે ખૂબજ ટેસ્ટી લાગશે
હેશ બ્રાઉન પૌવા ચટણી, દહીં કે ચીઝ ડિપ સાથે ખૂબજ ટેસ્ટી લાગશે

રેસિપિ ડેસ્ક: રોજ નાસ્તામાં શું બનાવવું કે બાળકોને લંચબોક્સમાં શું આપવું એ ટેન્શન દરેક ગૃહિણીને હોય છે. બધાં હોંશે-હોંશે ખાય પણ ખરાં અને બાળકો પણ લંચબોક્સ અધુરૂ પાછું ન લાવે, ઉપરાંત હેલ્ધી પણ હોવું જોઇએ, આવી જ એક વાનગીની રેસિપિ લાવ્યા છીએ આજે અમે, હેશ બ્રાઉન પૌવા. માત્ર અટધી ચમચી તેલમાં બની જશે ફટાફટ.

હેશ બ્રાઉન પૌવા
સામગ્રી


એક કપ જાડા પૌવા
પા કપ બાફેલા વટાણા
એક નાનું કેપ્સિકમ, ઝીણી સમારેલું
મિડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી
નાનું ગાજર, ઝીણું સમારેલું
3 ત્રણ ઝીણાં સમારેલાં લીલાં મરચાં
એક મિડિયમ સાઇઝનું બાફેલું બટાકું
અડધી ચમચી હળદર
અડધી ચમચી ચાટ મસાલો
અડધી ચમચી આમચૂર પાવડર
એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી લીલી કોથમીર
પા ચમચી છીણેલું આદુ
પાંચ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
સ્વાદ અનુસાર મીઠું
અડધી ટેબલસ્પૂન તેલ

રીત


સૌપ્રથમ પૌવાને બેથી ત્રણ વાર ધોઇને 10 મિનિટ માટે ફૂલવા માટે મૂકી દો. આ દરમિયાન એક બાઉલમાં વટાણા, કેપ્સિકમ, ડુંગળી, ગાજર અને બટાકું મેશ કરીને નાખો, ત્યારબાદ અંદર લીલું મરચું, ચાટ મસાલો. આમચૂર પાવડર, હળદર, આદુ, અને કોથમીર નાખો બરાબર મિક્સ કરી દો. મસાલાને ચમચાથી હલાવવો, મસળવો નહીં. ત્યારબાદ અંદર અડધો કપ પાણી નાખી મિક્સ કરો. ત્યારબાદ અંદર પૌવા નાખો અને મિક્સ કરી લો. ત્યારબાદ અંદર થોડો-થોડો ઘઉંનો લોટ નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. ત્યારબાદ અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી ફરીધી અદધો કપ નાખી મિક્સ કરી દો.


હવે નોનસ્ટિક તવી પર અડધી ટેબલસ્પૂન તેલ નાખી ફેલાવી લો. ત્યારબાદ ઉપર મોટો ચમચો પૌવાનું મિશ્રણ નાખી ઉત્તમની જેમ ફેલાવી દો. બંન્નેબાજુ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું. બન્ને બાજુ શેકાતાં લગભગ 4 મિનિટ લાગશે.


તૈયાર છે હેશ બ્રાઉન પૌવા. ચટણી, દહીં કે ચીઝ ડિપ સાથે ખૂબજ ટેસ્ટી લાગશે.

નાસ્તા કે ટ્રાવેલિંગ માટે બનાવો બેસન અને ઘઉંના લોટની નવા જ ટેસ્ટની પૂરી

X
હેશ બ્રાઉન પૌવા ચટણી, દહીં કે ચીઝ ડિપ સાથે ખૂબજ ટેસ્ટી લાગશેહેશ બ્રાઉન પૌવા ચટણી, દહીં કે ચીઝ ડિપ સાથે ખૂબજ ટેસ્ટી લાગશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App