બાળકોને લંચબોક્સમાં આપો રાજમા ટિક્કી રેપ, નહીં આવે પાછા

બાળકો ખાશે હોંશે-હોંશે અને સાથે-સાથે સચવાશે તેમનું હેલ્થ પણ
બાળકો ખાશે હોંશે-હોંશે અને સાથે-સાથે સચવાશે તેમનું હેલ્થ પણ

divyabhaskar.com

Sep 10, 2018, 03:05 PM IST

રેસિપિ ડેસ્ક: બાળકોને લંચબોક્સમાં રોજ નવી-નવી વાનગી આપવી પડે, નહીંતર લંચબોક્સ અધૂરું જ પાછું આવે. ઉપરાંત તેમને લંચબોક્સમાં આપવામાં આવતી વાનગી હેલ્ધી પણ હોવી જોઇએ. એટલે જ આજે અમે લાવ્યા છીએ રાજમા ટિક્કી રેપની રેસિપિ. બાળકો ખાશે હોંશે-હોંશે અને સાથે-સાથે સચવાશે તેમનું હેલ્થ પણ.


રાજમા ટિક્કી રેપ
સામગ્રી


રાજમા ટિક્કી માટે


-પોણો કપ ડુંગળી સમારેલી
-બે ટીસ્પૂન ઘી
-બે ટીસ્પૂન આદુ ઝીણું સમારેલુ
-દોઢ ટીસ્પૂન લીલા મરચાં ઝીણા સમારેલા
-પા ટીસ્પૂન હળદર
-એક કપ રાજમા બાફીને મેશ કરેલા
-અડધો કપ બટાકાનો માવો
-પા કપ પનીર છીણેલું
-બે ટીસ્પૂન કોથમીર
-પોણી ટીસ્પૂન ગરમ મસાલો
-ત્રણ ટીસ્પૂન કોર્નફ્લોર
-મીઠું સ્વાદાનુસાર
-કોર્નફ્લોર કોટિંગ માટે
-તેલ જરૂર મુજબ


અન્ય સામગ્રી


-અડધો કપ ગાજર છીણેલું
-અડધો કપ લીલી ડુંગળી સમારેલી
-ચાર નંગ રોટી
-એક કપ લેટિસ ભાજી
-છ ટીસ્પૂન સરકો
-ચાટ મસાલો સ્વાદાનુસાર


રીત


સૌપ્રથમ આપણે રાજમા ટિક્કી બનાવી લઈશુ. તેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળીને મધ્યમ આંચે ડિપ ફ્રાય કરી લો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને કાઢીને પેપર પર એક બાજુ મૂકો. હવે એક પહોળા પેનમાં ઘી ગરમ કરો. તેમાં આદુ અને લીલા મરચાં નાંખીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં હળદર, રાજમા, બટાકાનો માવો, પનીર, તળેલી ડુંગળી, કોથમીર, ગરમ મસાલો અને મીઠું નાંખીને બરાબર મિક્ષ કરી લો. તેને મધ્યમ આંચે ત્રણથી ચાર મિનિટ માટે સતત હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. થોડું ઠંડું થાય એટલે તેમાં કોર્નફ્લોર નાંખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણના આઠ સરખા ભાગ કરો. તેને ટિક્કીનો આકાર આપો. આ દરમિયાન તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ ટિક્કીને કોર્નફ્લોરમાં રગદોળીને ગરમ તેલમાં ડિપ ફ્રાય કરો. ટિક્કી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને એક બાજુ ટિસ્યુ પેપર પર મૂકો. હવે એક બાઉલમાં ગાજર, લીલી ડુંગળી, અને ચાટ મસાલો બરાબર મિક્ષ કરો. રોટીને એક સાફ સરફેસ પર મૂકો. તેની વચ્ચો વચ્ચ લેટિસ ભાજી મૂકો. હવે તેના પર બે ટિક્કી મૂકો. ત્યાર બાદ તેના પર ગાજર-ડુંગળીવાળું મિશ્રણ મૂકો. છેલ્લે તેના પર દોઢેક ચમચી જેવો સરકો મૂકીને ટાઈટલી રોલ કરી લો. આ રીતે જ બાકીના રેપ તૈયાર કરો. છેલ્લે ટિસ્યુ પેપર પર રેપ કરીને સર્વ કરો.

ડિનરમાં ટ્રાય કરો દહીંવાળી મિક્સ દાળ તડકા, સ્વાદમાં મળશે ચેન્જ

X
બાળકો ખાશે હોંશે-હોંશે અને સાથે-સાથે સચવાશે તેમનું હેલ્થ પણબાળકો ખાશે હોંશે-હોંશે અને સાથે-સાથે સચવાશે તેમનું હેલ્થ પણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી