જન્માષ્ટમી પર કાનુડાને ધરાવો ગળી બૂંદી, રેસિપિ છે સાવ સરળ

પંજરીની સાથે-સાથે બાળકૃષ્ણને બીજા પણ ઘણા ભોગ ધારવવામાં આવે છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 10:55 AM
Try delicious and easy recipe of sweet boondi for Shitla satam and Prasad

રેસિપિ ડેસ્ક: રેસિપિ ડેસ્ક: સોમવારે, 3 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી છે. જન્માષ્ટમીના દિવસે પંજરીની સાથે-સાથે બીજા ઘણા ભોગ ધરાવવામાં આવે છે કાનુડાને. આ નિમિત્તે અમે લાવ્યા છીએ કાનુડાને ધરાવવા ગળી બૂંદીની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ બનાવો ઘરે જ.

ગળી બૂંદી
સામગ્રી


એક કપ મેંદો
પા કપ ધોયેલી અડદની દાળ
એક ચપટી લાલ ફૂડ કલર
અડધી ચમચી બેકિંગ પાવડર
ત્રણ કપ (750 ગ્રામ) ખાંડ
અડધી ચમચી ઈલાયચી પાવડર
તળવા માટે તેલ


રીત

સૌપ્રથમ એક તપેલીમાં ચાસણી બનાવવા માટે મૂકી દો. ખાંડમાં એક કપ પાણી નાખો અને ગેસ ચાલુ કરો. ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ થવા દો.


હવે 50 ગ્રામ બરાબર ધોયેલી અડદની દાળ લો. તેને પહેલાંથી બરાબર ધોઇને પાણીમાં બે કલાક પલાળી રાખવી. ત્યારબાદ તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. હવે એક બાઉલમાં મેંદો લો. ત્યારબાદ અંદર બેકિંગ પાવડર, ફૂડ કલર નાખી થોડું પાણી નાખી મેંદાને બરાબર હલાવો. મેંદામાં જરા પણ લંપ્સ ન રહેવા જોઇએ. મેંદામાં પાણી થોડું-થોડું એડ કરવું, જેથી લંપ્સ સરળતાથી દૂર થાય. ત્યારબાદ અંદર ક્રશ કરેલ અડદની દાળ એડ કરી બરાબર મિક્સ કરવી. બેટર વધારે પાતળું કે જાડું ન હોવું જોઇએ. બેટર બનાવવામાં એક કપ અને ત્રણ ટેબલસ્પૂન પાણી લાગશે.

હવે ચાસણી ચેક કરી લો. ખાંડ આંગળી ગઈ હોય તો ગેસ ધીમો કરો અને એકતારી ચાસણી રેડી થાય એટલે ગેસ બંધ કરી ચાસણીને નીચે ઉતારી લો.


હવે બૂંદી તળવા માટે ગેસ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થવા દેવું. બીજી તરફ ચાસણીમાં ઈલાયચી પાવડર મિક્સ કરી લો. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે કાણા વાળો ચમચો કે ઝારો લેવો. ઝારાને ઊંધો રાખવો અને હાથમાં થોડું-થોડું બેટર લેવું અને બૂંદી પાડવી. તેલ બરાબર ગરમ નહીં થયું હોય તો બૂંદી એકબીજા સાથે ચોંટી જશે.


બૂંદી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ઝારાથી કાઢી ગરમ ચાસણીમાં નાખો. બૂંદીને 2 મિનિટ માટે ચાસણીમાં રાખી બહાર કાઢી લેવી. ચાસણીમાંથી કાઢેલી બૂંદીને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. હવે બૂંદીને ઠંડી થવા દો.


તૈયાર છે ડિલિયસ બૂંદી.

વીકેન્ડ પર બાળકો માટે બનાવો ગળ્યા શક્કરપારા, આખુ વીક ચાલશે લંચબોક્સમાં આપવા

X
Try delicious and easy recipe of sweet boondi for Shitla satam and Prasad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App