ઘરે જ બનાવો લગ્નપ્રસંગમાં બનતી આમલી વગર જ બનતી ખાટી-મીઠી ચટણી

લગ્નપ્રસંગ અને પાર્ટીઝમાં બનતી ખાટી-મીઠી ચટણી બધાંને બહુ ભાવતી હોય છે

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 04:01 PM
ખૂબજ સરળતાથી બની જતી આ ચટણીમાં કોઇપણ જાતના એસેન્સ ઉમેરવામાં આવ્યા નથી
ખૂબજ સરળતાથી બની જતી આ ચટણીમાં કોઇપણ જાતના એસેન્સ ઉમેરવામાં આવ્યા નથી

રેસિપિ ડેસ્ક: લગ્નપ્રસંગ અને પાર્ટીઝમાં બનતી ખાટી-મીઠી ચટણી બધાંને બહુ ભાવતી હોય છે. આમલીના ઉપયોગ વગર જ બનતી આ ચટણી ફરસાણ સાથે બેસ્ટ ચોઇસ બની રહે છે. ફટાફટ બની જતી આ ચટણી એક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

ખાટી-મીઠી ચટણી
સામગ્રી


100 ગ્રામ આમચૂર પાવડર
એક કપ ખાંડ
એક કપ ગોળ
અડધી ચમચી મીઠું
અડધી ચમચી સંચળ
એક ચમચી કાશ્મિરી લાલ મરચું
એક ચમચી શેકેલા જીરુંનો પાવડર
અડધી ચમચી ગરમ મસાલો
બે ટીસ્પૂન શક્કરટેટીનાં બીજ
એક ચમચી સૂંઠ
ચાર કપ પાણી


રીત


સૌપ્રથમ શક્કરટેટીનાં બીજને હાઇ ફ્લેમ પર શેકી લો. એક મિનિટમાં શેકાઇ જશે. હવે કઢાઇમાં એક કપ પાણી લો. ત્યારબાદ અંદર ખાંડ અને ગોળ નાખો. મિનિડમ ફ્લેમ પર બરાબર ઓગળવા દો. આ દરમિયાન એક બાઉલમાં આમચૂર પાવડર લો અને અંદર એક કપ પાણી નાખી બરાબર ફેંટીને પેસ્ટ બનાવી લો. ગોળ અને ખાંડને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. બન્ને બરાબર મેલ્ટ થઈ જાય એટલે અંદર આમચૂરની પેસ્ટ મિક્સ કરો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું, જેથી લંપ્સ ન રહે. ગેસની ફ્લેમ લો કરી બીજો અડધો કપ પાણી નાખો, ત્યારબાદ અંદર મીઠું, સંચળ, મરચું, ગરમ મસાલો, જીરું પાવડર અને સૂંઠ નાખી બરાબર મિક્સ કરો. ચટણી ઠંડી થશે એટલે આ સમયે ચટણી પાતળી હોવી જોઇએ. વધારે જાડી લાગે તો બીજુ એક-દોઢ કપ પાણી નાખો અને હલાવો. 5-7 મિનિટમાં ચટણી તૈયાર થઈ જશે. ત્યરબાદ અંદર બીજ નાખી ઠંડી કરો.


કાચની બોટલ કે એરટાઇટ ડબ્બામાં આ ચટણી રૂમ ટેમ્પરેચરમાં એક અઠવાડિયા સુધી નહીં બગડે અને ફ્રિજમાં એકથી દોઢ મહિના સુધી ચાલશે.


લગ્નપ્રસંગ અને પાર્ટીઝમાં આ ચટણી ફરસાણ સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબજ સરળતાથી બની જતી આ ચટણીમાં કોઇપણ જાતના એસેન્સ ઉમેરવામાં આવ્યા નથી.

વીકેન્ડના બ્રેકફાસ્ટ માટે બનાવો ક્રિસ્પી બટાકા પૂરી, થઈ જશે બધાં ખુશ

X
ખૂબજ સરળતાથી બની જતી આ ચટણીમાં કોઇપણ જાતના એસેન્સ ઉમેરવામાં આવ્યા નથીખૂબજ સરળતાથી બની જતી આ ચટણીમાં કોઇપણ જાતના એસેન્સ ઉમેરવામાં આવ્યા નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App