ડિનરમાં કઈંક નવું ટ્રાય કરવું હોય તો બનાવો કડાહી બેબી કોર્ન પનીર

ડિનરમાં રોજ શું બનાવવું એ ચિંતા લગભગ બધાંના ઘરમાં રહેતી જ હોય છે

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 11:28 AM
બાળકોથી લઈને મોટેરાં, બધાં થઈ જશે ખુશ
બાળકોથી લઈને મોટેરાં, બધાં થઈ જશે ખુશ

રેસિપિ ડેસ્ક: ડિનરમાં રોજ શું બનાવવું એ ચિંતા લગભગ બધાંના ઘરમાં રહેતી જ હોય છે. ડિનરમાં કઈંક નવું ટ્રાય કરવું હોય તો બનાવો કડાહી બેબી કોર્ન પનીર. બાળકોથી લઈને મોટેરાં, બધાં થઈ જશે ખુશ.


કડાહી બેબી કોર્ન પનીર
સામગ્રી


- અઢીસો ગ્રામ પનીર
- દસ નંગ બેબી કોર્ન
- બે નંગ ડુંગળી
- ત્રણ શિમલા મરચાં
- ત્રણ ટામેટા
- બે ટીસ્પૂન માખણ
- અડધી ટીસ્પૂન હળદર
- ત્રણ ટીસ્પૂન લાલમરચું
- બે ટીસ્પૂન ધાણાજીરું
- એક ટીસ્પૂન કસૂરી મેથી
- બે ટીસ્પૂન કોથમીર
- સ્વાદ અનુસાર મીઠું


રીત


પનીરને નાના અને ચોરસ ટુકડામાં કાપી લો અને સાથે બેબીકોર્નના પાતળા સ્લાઇસ કરો. ડુંગળીને છોલી લો અને સાથે મોટા ટુકડામાં કાપો. શિમલા મરચાં- ટામેટા અને મરચાંના બીજ કાઢીને તેના પણ મિડિયમ સાઇઝના ચોરસ ટુકડા કરો. તેલ કે માખણને ગરમ કરો અને સાથે તેને ફાસ્ટ ગેસ પર નરમ થાય ત્યાં સુધી શેકો. બેબી કોર્ન, શિમલા મરચાં, ટામેટા, હળદર, લાલ મરચું, કસૂરી મેથી અને મીઠું મિક્સ કરીને શાકને ચઢવા દો. પનીરના ટુકડા મિક્સ કરો અને તેને તળી લો તેમાં થોડું પાણી મિક્સ કરો અને સાથે પાંચ મિનિટ રહેવા દો. ગરમાગરમ શાક તૈયાર છે. સુધારેલી કોથમીરની સાથે સર્વ કરો.

બ્રેકફાસ્ટમાં બનાવો ચીઝ બર્સ્ટ પરાઠા, ફેમસ બની રહ્યા છે સ્ટ્રીટફૂડ તરીકે

X
બાળકોથી લઈને મોટેરાં, બધાં થઈ જશે ખુશબાળકોથી લઈને મોટેરાં, બધાં થઈ જશે ખુશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App