બનાવો પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો ફેમસ સ્ટ્રીટફૂડ કારેલા ચાટ

કારેલા ચાટ ચંપાકલીના નામથી પણ ઓળખાય છે

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 01:39 PM
આ કારેલાંને એક મહિના સુધી સ્ટો
આ કારેલાંને એક મહિના સુધી સ્ટો

રેસિપિ ડેસ્ક: કારેલા ચાટ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફેમસ છે સ્ટ્રીટફૂડ તરીકે ઓળખાય છે. કારેલા ચાટ ચંપાકલી તરીકે પણ ઓળખાય છે. કારેલા ચાટા કારેલાથી નથી નથી બનતી પરંતુ તેનો આકાર કારેલા જેવો હોય છે. જેથી કારેલાના નામે ઓળખાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય ઘરે જ.

કારેલા ચાટ (ચંપાકલી)
સામગ્રી


500 ગ્રામ મેંદો
એક ચમચી જીરું
એક ચમચી અધકરચાં વાતેલો કાળામરી
એક ચમચી અજમો
સ્વાદ અનુસાર મીઠું
125 મીલી તેલ


સર્વ માટે

બે બાફેલાં બટાકાં
એક કપ દહીં
સ્વાદ અનુસાર મીઠું
સ્વાદ અનુસાર સંચળ
અડધો કપ ગળી ચટણી
એક ચમચી શેકેલા જીરાનો પાવડર
અડધો કપ લીલી ચટણી
ચમચી લાલ મરચું
એક કપ ઝીણી સેવ
એક કપ દાડમના દાણા


રીત


સૌપ્રથમ કારેલા નમકીન માટે લોટ બાંધી લો. એક બાઉલમાં મેંદો, જીરું, કાળામરી, મીઠું અને અજમો લો. ત્યારબાદ અંદર મોણ માટે 125 મીલી તેલ લઈ મસળી લો. ત્યારબાદ અંદર થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને પૂરી કરતાં પણ કડક લોટ બાંધી લો. લોટ બાંધીને 15-20 મિનિટ માટે ઢાંકીને સેટ થવા મૂકી દો.


ત્યારબાદ લોટના લીંબુના આકારના લુવા બનાવી લો. ત્યારબાદ લુવામાંથી પાતળી રોટલી વણો. રોટલીની કિનારીએ એક-એક સેમી જેટલી જગ્યા છોદી લાંબા-લાંબા ઊભા કાપા કરો. ત્યારબાદ કાપાની સ્ટ્રીપ ઊભી રહે એ રીતે રોટલીનો ગોળ-ગોળ રોલ કરો અને બન્ને કીનારીને કારેલાની જેમ પેક કરવી, ચોંચ જેવો આકાર કરવો. બધા જ ગોળામાંથી આ રીતે કારેલા બનાવી લો.


હવે તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે એકદમ ધીમી આંચે વારાફરથી બધાં કારેલાં તળી લેવાં. કારેલાં લાઇટ બ્રાઉન અને એકદમ ક્રિસ્પી બનશે. ઠંડાં કરીને આ કારેલાંને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને ચા સાથે નાસ્તામાં પણ ખાઇ શકાય છે.


ચાટ બનાવવા માટે એક પ્લેટમાં ત્રણ કારેલાં મૂકો. ઉપર બાફેલા બટાકાના થોડા ટુકડા મૂકો. હવે ઉપર દહીં, ગળી ચટણી, ગ્રીન ચટણી નાખો, ત્યારબાદ ઉપર મીઠું, સંચળ, જીરું અને લાલ મરચું ભભરાવો. હવે ઉપર સેવ અને દાડમ નાખી સર્વ કરો.

બ્રેકફાસ્ટમાં બનાવો ચીઝ બર્સ્ટ પરાઠા, ફેમસ બની રહ્યા છે સ્ટ્રીટફૂડ તરીકે

X
આ કારેલાંને એક મહિના સુધી સ્ટોઆ કારેલાંને એક મહિના સુધી સ્ટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App