ઘરે જ બનાવો કાચા કેળાની બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી વેફર

Try delicious and easy recipe of Crispy Banana Waffer for Janmashtami

divyabhaskar.com

Sep 01, 2018, 03:55 PM IST

રેસિપિ ડેસ્ક: 3 સપ્ટેમ્બર, સોમવારના રોજ જન્માષ્ટમી છે. મોટાભાગના લોકો જન્માષ્ટમીનો ઉપવાસ કરે છે. માટે આ ઉપવાસ માટે અમે તમારા માટે લાવ્યા છીએ કાચા કેળાની વેફર. ઘરે જ બનાવેલી હોવાથી સ્વચ્છતા અને હેલ્થ બન્નેનું રહેશે ધ્યાન. નોંધી લો રેસિપિ અને બનાવો તમે પણ.

કાચા કેળાની વેફર
સામગ્રી


અડધો ડઝન કાચા કેળા
અડધી નાની ચમચી કાળામરીનો પાવડર
સ્વાદ અનુસાર સંચળ
મીઠુ, સ્વાદ અનુસાર
અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર
તળવા માટે તેલ કે ઘી

રીત


સૌપ્રથમ કાચા કેળાની છાલ ઉતારી લો. ત્યારબાદ એક કડાહીમા ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા પછી છીણી દ્વારા તેલમાં સીધી જ ચિપ્સ પાડવી. મિડિયમ આંચે ચિપ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. ત્યારબાદ ઝારાથી નીતારીને કાઢી લો.


ઉપરથી કાળા મરીનો પાવડર, જીરા પાવડર, મીઠુ, સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો.

શીતળા સાતમ માટે બનાવો રાજગરાનાં ફરાળી મોતીવડાં

X
Try delicious and easy recipe of Crispy Banana Waffer for Janmashtami
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી