શ્રીગણેશનને ધરાવવા ઘરે જ બનાવો ચુરમાના લાડુ

દરેકના ઘરે ગણપતિને લાડુ અને મોદકનો ભોગ ધરાવવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 01:49 PM
એક ડિસમાં ખસખસ કાઢી લાડુને ખસખસમાં રગદોળી લો
એક ડિસમાં ખસખસ કાઢી લાડુને ખસખસમાં રગદોળી લો

રેસિપિ ડેસ્ક: 13- સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ગણેશ ચતુર્થી છે. આ નિમિત્તે દરેકના ઘરે ગણપતિને લાડુ અને મોદકનો ભોગ ધરાવવામાં આવે છે. ગણપતિને ધરાવવા તમે પણ ઘરે જ બનાવો ચુરમાના લાડુ.


ચુરમાના લાડુ
સામગ્રી


250 ગ્રામ ઘઉંનો જાડો લોટ
250 ગ્રામ ગોળ
250 ગ્રામ ઘી
100 ગ્રામ તેલ
ઇલાયચી
ખસખસ


રીત


લોટમાં 4 ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડું ગરમ પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધી મુઠીયા વાળી લો. ત્યારબાદ તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થી જાય એટલે એકદમ ધીમા તાપે મુઠિયાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. મુઠીયાં તળાઇ જાય એટાલે તેલ નીતારીને બહાર થળીમાં કાઢી લો અને ગરમ-ગરમ જ ભાગીને એકદમ ઝીણો ભૂકો કરી લો.


ત્યારબાદ ગોળને એકદમ ઝીણો-ઝીણો સમારી લો. ગોળની કાંકરી ન રહી જવી જોઇએ. ગોળને મુઠિયાના ભૂકામાં નાખો સાથે ઝીણી વાટેલી ઈલાયચી પણ મિક્સ કરી દો. ત્યારબાદ ઘી ગરમ કરી જરૂર પૂરતું નાખો અને હાથેથી જ મિડિયમ સાઇઝના લાડુ વાળી લો. એક ડિસમાં ખસખસ કાઢી લાડૂને ખસખસમાં રગદોળી લો.

માત્ર 10 જ મિનિટમાં બની જશે ઈન્ટન્સ્ટ સોજી-માવા મોદક, ચઢાવો ગણેશજીને

X
એક ડિસમાં ખસખસ કાઢી લાડુને ખસખસમાં રગદોળી લોએક ડિસમાં ખસખસ કાઢી લાડુને ખસખસમાં રગદોળી લો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App