સવારમાં ફટાફટ ટેસ્ટી શાક બનાવવા રેડી રાખો ગ્રેવી, ચાલશે 1 વીક સુધી

divyabhaskar.com

Sep 07, 2018, 02:39 PM IST
ગ્રેવીમાંથી બનાવી શકાય અલગ-અલગ શાક
ગ્રેવીમાંથી બનાવી શકાય અલગ-અલગ શાક

રેસિપિ ડેસ્ક: આજકાલ નોકરિયાત લોકોને સવારે સમયની મારામારી હોય છે. આવામાં ઉતાવળમાં બધાંથી ટેસ્ટી વાનગીઓ નથી બનતી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગ્રેવી બનાવવાની ખાસ રેસિપિ. જેને બનાવી રાખો વીકેન્ડમાં અને પછી આખા વીક સુધી રોજ બનાવો અવનવાં શાક. બધાંજ શાક ટેસ્ટી બનશે અને સમયનો પણ બચાવ થશે.


સામગ્રી

ચાર ટેબલસ્પૂન તેલ
ત્રણ-ચાર ઝીણી સમારેલી ડુંગળી
એક ચમચી આદુ-લસણની પેસ્ટ
પોણી ચમચી હળદર
પોણી ચમચી કશ્મિરી લાલ મરચું
એક ચમચી ધાણાજીરું
એક ટેબલસ્પૂન ચમચી મીઠું
પાંચ-છ ટામેટાંની પેસ્ટ
કસૂરી મેથી

રીત


સૌપ્રથમ એક ડાઇમાં તેલ લો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર ઝીણી સમારેલી ડુંગળી. ડુંગળીને ધીમા ગેસ પર બરાબર ચઢવા દેવી. ડુંગળી જરા પણ કાચી ન રહેવી જોઇએ. આખી ગ્રેવી ધીમા ગેસ પર જ બનાવવી. ડુંગળી ચઢી જાય એટલે અંદર આદુ-લસણની પેસ્ટ નાખો. આદુ-લસણને પણ બરાબર ચઢવા દો. ત્યારબાદ અંદર હળદર, કાશ્મિરી મરચું, ધાણાજીરું અને મીઠું નાખો અને બરાબર હલાવી લો. ત્યારબાદ અંદર ટામેટાંની પેસ્ટ નાખો. ટામેટાંને પણ હવે ધીમા ગેસ પર ચઢવા દેવાં. ટામેટાં પૂરેપૂરાં ચઢી જાય અને ગ્રેવી બધું જ તેલ છોડી દે ત્યાં સુધી ચઢવા દેવું. ગ્રેવી બરાબર ચઢી જાય ગેસ બંધ કરો અને ઉપર થોડી કસૂરી મેથી નાખો.


આ ગ્રેવીને ઠંડી કરી એરટાઇટ ડબ્બામાં ભરી લો. ત્યારબાદ આ ગ્રેવીને ફ્રિજમાં રાખવી, ઓછામાં ઓછી એક વીક સુધી ચાલશે. આ ગ્રેવીમાંથી ઘણાં શાક બની શકે છે. સમયનો પણ બચાવ થશે અને શાક પણ બહુ ટેસ્ટી બનશે.


ગ્રેવી માટે ખાસ ટિપ્સ


- ટામેટાં કે ડુંગળી કાચાં ન રહેવાં જોઇએ.
- આદુ લસણની પેસ્ટને પણ બરાબર સાંતળવી, નહીંતર શાકમાંથી સ્મેલ આવશે.
- પેસ્ટને જેટલી વધુ સાંતળશો એટલી જ વધુ સારી બનશે.
- ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો શાક બનાવતી વખતે ગ્રેવીમાં થોડું પાણી એડ કરવું.


ગ્રેવીમાંથી બનાવી શકાય અલગ-અલગ શાક


- આ ગ્રેવીમાં પનીર નાખી શકાય.
- બાફેલાં બટાકાં અને વટાણાં નાખશો તો આલુ-મટર બની જશે.
- બાફેલા રાજમા અને થોડું પાણી એડ કરી બનાવો મસાલા રાજમા.
- બાફેલા છોલે અને થોડું પાણી ઉમેરી બનાવો છોલે મસાલા.
- થોડા બાફેલા સોયાબીન સાથે ઉમેરો થોડું પાણી.
- પનીર અને કેપ્સિકમ બનાવો પનીર-કેપ્સિકમ.
- બટાકાં અને ફ્લાવર ઉમેરી બનાવો ફટાફટ શાક.
- બેસનના ગટ્ટાને બાફીને ગ્રેવીમાં થોડીવાર ચડવા દો.

બનાવો પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો ફેમસ સ્ટ્રીટફૂડ કારેલા ચાટ

X
ગ્રેવીમાંથી બનાવી શકાય અલગ-અલગ શાકગ્રેવીમાંથી બનાવી શકાય અલગ-અલગ શાક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી